શાહરૂખની ગાદીના દાવેદાર રણવીર કપૂર

વેબ દુનિયા|

IFM
બીજા કોઈ માને કે ના માને, પરંતુ તો શાહરૂખને જ નંબર વન માને છે અને તેમને લઈને જ ફિલ્મ નિર્દેશિત કરે છે. કરણે ઘણી વખત સાર્વજનિક રૂપે પણ કહ્યું છે કે વિનાની ફિલ્મની તેઓ કલ્પના પણ નથી કરી શકતાં.

દરેક પ્રસંગે શાહરૂખના વખાણ કરનાર કરણ જોહર અત્યારે રણવીર કપૂરના વખાણ કરતાં જોવા મળી રહ્યાં છે.

તેનું કારણ છે કરણ દ્વારા નિર્મિત ફિલ્મ 'વેક અપ સિડ'માં રણવીરનો અભિનય, તેના વખાણ કરતાં કરતાં કરણને જરા પણ થાક નથી લાગતો. તેઓ તો એટલે સુધી કહી રહ્યાં છે કે, શાહરૂખના સમય પછી તેના ગાદીનો દાવેદાર રણવીર થશે.
આ ફિલ્મને લઈને તેઓ કહે છે કે, આ ફિલ્મમાં રણવીર કોંકણા સેનની સાથે છે અને તેમની જોડી બોલીવુડની સફળ જોડીઓમાંની એક હશે.' એટલે કે શાહરૂખ-કાજોલની જેમ રણવીર-કોંકણાની જોડી પણ દમદાર સાબિત થશે. હવે આ વાતનો ખુલાસો તો ત્યારે જ થશે જ્યારે ફિલ્મ રીલીઝ થશે અને પછી જ ખબર પડશે કે કરણની આ બધી વાતોમાં કેટલો દમ છે.


આ પણ વાંચો :