શાહિદ સાથે ફિલ્મ નો પ્રોબ્લેમ-કરીના

નઇ દુનિયા|

IFM
શાહિદની સાથે કરીનાના પ્રેમ પ્રસંગને હજુ કોઈ વધુ સમય નથી વીત્યો, પરંતુ કરીના આ પર્સનલ અને પ્રોફેશનલ જીવનને જુદુ-જુદુ રાખતા શીખી ગઈ છે. કપૂરના પિતા પંકજ કપૂર જે બનાવવા જઈ રહ્યા છે તેમા હીરો શાહિદ જ હશે એ ખૂબ જ પહેલા નક્કી થઈ ચૂક્યુ છે. સમસ્યા હીરોઈનની છે. હવે મુશ્કેલી એ માટે છે કે પંકજ કપૂરે ફિલ્મની પટકથા કરીના કપૂરને ધ્યાનમાં મૂકીને લખી છે. હવે શાહિદ અને કરીના વચ્ચે મનમોટાવ થવાથી ફિલ્મનુ ગણિત ગરબડાઈ ગયુ છે. આવા સમયે જ્યારે કોઈએ બેબોને પૂછ્યુ તો તેણે ચોખ્ખી વાત કરી. બેબોના મુજબ જો પટકથા સારી હોય તો ના પાડવાનુ કોઈ કારણ જ નથી. સુંદરી કરીના કપૂરની વાતોથી લાગે છે તેનામાં જલ્દી પરિપક્વતા આવી રહી છે.


આ પણ વાંચો :