શ્રીદેવીની પુત્રી જાહ્નવી ફિલ્મોમાં

નઇ દુનિયા|

N.D
ફિલ્મી દુનિયામાં પગ મુકનારા ફિલ્મી કલાકારોના સંતાનોના લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ રહ્યુ છે. આ નામ છે અને હિન્દી ફિલ્મોની સુવિખ્યાત અભિનેત્રી શ્રીદેવીની સુપુત્રી જાહ્નવીનુ. શ્રીદેવીએ પોતે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી હતી. તેથી જાહ્નવીને માટે પણ તેણે એ જ માર્ગ અપનાવ્યો. પ્રાપ્ત સમાચાર મુજબ જાહ્નવી એક તુલુગુ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે આગમન કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમનો હીરો હશે અંકિલ. અંકિલ દક્ષિણના સુપર હીરો નાગાર્જુનનો પુત્ર છે.

આ વિશે શ્રીદેવીનુ કહેવુ છે કે જાહ્નવી હજુ એટલી પરિપક્વ નથી થઈ કે હિન્દી ફિલ્મોમાં કામ કરી શકે. શ્રીદેવીના મુજબ જાહ્નવીમાં હજુપણ બાળપણની ઝલક છે. બીજા શબ્દોમાં કહી શકાય કે શ્રીદેવીની સુપુત્રી હજુ પણ કમસીન દેખાય છે. અને શ્રીદેવીની પ્રથમ સંતાન જાહ્નવી વિશે બતાવાઈ રહ્યુ છે કે શ્રીદેવી તેને શરૂઆતથી જ નૃત્ય અને અભિનય વગેરે વિશે પ્રશિક્ષણ આપતી રહી છે.


આ પણ વાંચો :