શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2016 (13:58 IST)

સંજીવ કુમારની કંઈ ઈચ્છા રહી ગઈ હતી અધૂરી ? - બર્થ ડે સ્પેશ્યલ

ફિલ્મ અભિનેતા સંજીવ કુમારની 78મી જયંતી પર તેમની નિકટની મિત્ર અને ધર્મની બહેન અંજુ મહેન્દ્રુએ તેમના જીવનને લઈને કેટલીક રસપ્રદ વાતો બતાવી.  
 
અંજૂ મહેન્દ્રૂએ જણાવ્યુ કે સંજીવ કુમાર મુંબઈમાં પોતાનો એક બંગલો ખરીદવા માંગતા હતા.  જ્યારે પણ તેમને કોઈ બંગલો પસંદ પડતો અને તે એ માટે પૈસા એકત્ર કરતા ત્યા સુધી તેના ભાવ વધી જતા. આ પ્રક્રિયા અનેક વર્ષો સુધી ચાલી. અંજૂ જણાવે છે  જ્યારે પૈસા એકત્ર થયા, ઘર ગમી ગયુ તો જાણ થઈ કે તે પ્રોપર્ટી કાયદાના સંકજામાં ફસાયેલી છે.  મામલો ઉકેલાય એ પહેલા 6 નવેમ્બર 1985ના રોજ 47 વર્ષની વયમાં જ તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા." 
 
સંજીવ કુમારનુ અસલી નામ હરીભાઈ જરીવાલા હતુ અને નિકટના લોકો તેમને હરીભાઈ કહેતા હતા.  પડદા પર મોટાભાગે ગંભીર પાત્ર ભજવનારા સંજીવ કુમાર અસલ જીંદગીમાં પણ સમજદાર હતા. અંજુ કહે છે .. "જે મહિલાઓ સાથે પણ તેમનુ અફેયર રહ્યુ તેમના પર સંજીવ ખૂબ શક કરતા હતા. તેમને લાગતુ હતુ કે તે તેમને નહી પણ તેમના પૈસાને પ્રેમ કરે છે. આ ધારણાને કારણે જ તેમના લગ્ન ન થઈ શક્યા. હુ હરીભાઈને કહેતી હતી કે જો કોઈ સ્ત્રી પર વિશ્વાસ ન કર્યો તો કુંવારા જ મરી જશો અને જુઓ એવુ જ થયુ." 
 
 
ગુરૂ દત્ત અને સંજીવ કુમારનો જન્મ એક જ તારીખ 9 જુલાઈના રોજ થયો. હવે આને સંયોજ કહીશુ કે ગુરૂ દત્તની સમય પહેલા મોત પછી નિર્માતા નિર્દેશક કે આસિફે પોતાની ફિલ્મ 'લવ એંડ ગોડ' માટે એક એવા અભિનેતાની શોધ હતી જે પડદા પર અભિનયની છાપ છોડી જાય. તેમને એ અભિનેતા સંજીવ કુમારના રૂપમાં મળ્યો.  
 
સંજીવ કુમાર અને કે અસિફના રિલેશન ત્યારથી હતા જ્યારથી તેઓ પોતાની એક ફિલ્મ સસ્તા ખૂબ મહંગા પાનીનું શૂટિંગ કરી રહ્યા હતા. કોઈ કારણસર તેમને ગુસ્સમાં સંજાવ કુમારને એક્ટિંગ ભૂલીને ઘરે જવાનુ કહ્યુ હતુ. જો કે જ્યારે આ ફિલ્મ રજુ થઈ ત્યા સુધી સંજીવ કુમાર અને આસિફ બંનેનુ મૃત્યુ થઈ ચુક્યુ હતુ. આ ફિલ્મને કે આસિફની પત્ની અખ્તર આસિફે પૂર્ણ કરી. 
 
સંજીવને કાયમ એક જ ચિંતા રહેતી હતી કે તેમના પરિવારમાં મોટાભાગના પુરૂષોનુ મોત 50 પહેલા થયુ હતુ. સંજીવના નાના ભાઈનુ મોત પણ ઓછી વયે થવાથી તેમને ખૂબ દુખ થયુ હતુ. જેના કારણે તેમને પણ વધુ ન જીવી શકવાનો ડર મનમાં ઘુસી ગયો હતો. 
 
સંજીવ કુમારને સ્ક્રીન પર પોતાની જોડી જયા બચ્ચન સાથે ગમતી  હતી. બંનેયે સાથે અનેક ફિલ્મો કરી. 
 
સંજીવ કુમારના પાત્રોની દિલીપ સાહેબે અનેકવાર પ્રશંસા કરી.  તેઓ જ્યારે પણ કહેતા કે હુ જલ્દી જતો રહીશ તો અંજુ તેમને કહેતી "હરિ ચૂપ રહો. વધારે દારૂ પીશો નહી. ખાવા-પીવા પર ધ્યાન આપો. તમને કશુ નહી થાય.