હું મારા રાષ્ટ્રીય એવોર્ડનું સન્માન કરુ છુ તેથી પરત નહી કરુ - વિદ્યા બાલન

મુંબઇ| Last Modified શનિવાર, 31 ઑક્ટોબર 2015 (00:05 IST)વિદ્યા બાલને તાજેતરમાં જણાવ્‍યું હતું કે હું મારો નેશનલ અવોર્ડ પાછો નહીં આપું; કારણ કે મને આ અવોર્ડ મારા દેશે આપ્‍યો છે, સરકારે નહીં. ફિલ્‍મ એન્‍ડ ટેલિવિઝન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઇન્‍ડિયા (
FTII)ના વિદ્યાર્થીઓના વિરોધમાં સહકાર આપવા ઘણા ફિલ્‍મમેકરો તેમના નેશનલ અવોર્ડ પાછા આપી રહ્યા છે. એ વિશે વિઘા કહે છે, ‘મને જે અવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવી હતી એ મને મારા દેશ પાસેથી મળ્‍યો છે, સરકાર પાસેથી નહીં. એથી હું એ અવોર્ડ પાછો નથી આપવા માગતી.

વિદ્યાને ૨૦૧૨માં ‘ધ ડર્ટી પિક્‍ચર'માં તેના પર્ફોર્મન્‍સ બદલ નેશનલ અવોર્ડ મળ્‍યો હતો.આ પણ વાંચો :