હેપી બર્થ ડે લતા મંગેશકર, આજે લતાજીનો 83મો જન્મદિવસ

નવી દિલ્લી | વેબ દુનિયા|

P.R
સિનેમા સંગીતના સોનેરી સમયની સાક્ષી રહી ચુકેલ લતા મંગેશકરનું માનવુ છે કે સંગીતનો વર્તમાન સમય જુદો છે અને તેમને માટે નવો છે. તેથી તે તેનાથી દૂર છે. તેમણે એ પણ કહ્યુ કે તેમણે ગાવાનું બંધ નથી કર્યુ પણ તેઓ એ જ ગાશે જે તેમને ગમશે.

આજે પોતાનો 83મો મનાવી રહેલ લતાએ એક ઈંટરવ્યુમાં કહ્યુ કે બદલાવ એ દુનિયાનો નિયમ છે. મે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 1947થી 1995 સુધીનો સમય જોયો છે. એ જુદો હતો. આજનો સમય જુદો છે. મારા માટે નવો છ.એ આ બદલાવ યોગ્ય પણ છે. કારણ કે ફિલ્મો અને કલાકાર પણ હવે બદલાય ગયા છે. તેથી હું આનાથી દૂર છુ. છત્રીસ ભાષાઓમાં અને એક હજારથી વધુ હિન્દી ફિલ્મોમાં ગીતો ગાઈ ચુકેલ સુર સામ્રાજ્ઞીએ જો કે એ કહ્યુ કે તેમણે ગીતો ગાવાના બંધ નથી કર્યા પણ તેઓ પોતાની પસંદગીના ગીતોને સૂર આપે છે.
તેમણે કહ્યુ કે હુ ગીતો આજે પણ ગાઉ છુ, પરંતુ એ જ જે મને સારા લાગે છે. ફિલ્મ ઉદ્યોગ અને સંગીતમાં આવેલ બદલાવને મહેસૂસ કરનારી લતાને માટે કેટલાક સંબંધો આજે પણ નથી બદલાયા અને એ છે જાણીતા ફિલ્મકાર યશ ચોપડા સાથેનો તેમનો સંબંધ.


આ પણ વાંચો :