પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો

વેબ દુનિયા|

બોલીવુડની ફિલ્મો ભારતની બહાર મોટાભાગના દેશમાં રજૂ થાય છે, પણ પડોસી દેશ પાકિસ્તાનમાં રાજનીતિક કારણોને લીધે ત્યાંના દર્શકો ભારતીય ફિલ્મોથી વંચિત રહે છે.

પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મ અને કલાકાર ખૂબ જ પ્રખ્યાત છે અને ભારતીય ફિલ્મો સીડી દ્વારા રસ લઈને જોવાય છે. હવે પાકિસ્તાન સરકારના વ્યવ્હારમાં પરિવર્તન આવ્યુ છે.

પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો રજૂ થવા લાગી છે. 9 મેના રોજ 'ભૂતનાથ' ભારતની સાથે પાકિસ્તાનમાં પબ રજૂ થઈ અને પાકિસ્તાન સિનેમાઘરોમાં પણ ભીડ જોવા મળી.
16 મી મેના રોજ રજૂ થનારી ફિલ્મ 'જન્નત' પણ પાકિસ્તાનમાં રજૂ થઈ શકે છે. બીજા નિર્માતાઓ પણ પ્રયત્નો કરી રહ્યા છે કે તેમની ફિલ્મો ભારતની સાથે પાકિસ્તાનમાં પણ તે જ દિવસે રજૂ થાય. શરૂઆત થઈ ચૂકી છે, આશા રાખીએ કે આગળ પણ બધુ સારુ જ થાય.


આ પણ વાંચો :