110 કરોડના બજેટમાં બનેલ રજનીકાંતની કબાલી, વાંચો ફિલ્મ સાથે જોડાયેલ 15 Facts

મુંબઈ.| Last Updated: શુક્રવાર, 22 જુલાઈ 2016 (15:31 IST)

આતુરતાનો અંત આવ્યો. કારણ કે રજનીકાંતની ફિલ્મ કબાલી થિયેટર્સમાં રજુ થઈ છે. ફિલ્મમાં તે 55 વર્ષના અધેડ અને 25
વર્ષના યુવકની ભૂમિકા પડદા પર ભજવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે 152 મિનિટની આ ફિલ્મ દેશ વિદેશમાં 4000 સ્ક્રીન્સમાં રજુ થઈ છે. પી. રનજીતના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મ 110 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ટ્રેડ એનાલિસ્ટનુ માનીએ તો શરૂઆતના ત્રણ દિવસમાં જ આ 200 કરોડની કમાણી કરી જશે.

ક્લાઈમેક્સથી નાખુશ હતા પ્રોડ્યુસર્સ
-
ફિલ્મના પ્રોડ્યૂસર્સ કલાઈપુલી થાનુ અને સૌદર્યા અશ્વિન કબાલીના ક્લાઈમેક્સથી ખુશ નહોતા. તેમને ભય હતો કે ફેન્સે ફિલ્મનુ એંડિગ પસંદ નહી પડે. જો કે નથી ઈચ્છતા કે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવામાં આવે. તેમણે ડાયરેક્ટર પી. રનજીતને એંડિંગ સીન ન બદલવાનુ કહ્યુ હતુ.


આ પણ વાંચો :