ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2024 (11:17 IST)

મિત્રના પુત્રનું અવસાન થતા પરિવારને સાંત્વના આપવા અભિનેતા આમિર ખાન ભુજ આવ્યા

-ધનાભાઈના પુત્રનું અવસાન થયું
-ગામના મહાવીર ચાડનું અવસાન થયું
-રિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કચ્છ આવ્યા

અભિનેતા આમિર ખાન રવિવારે ચાર્ટર્ડ પ્લેન મારફતે ભૂજ આવ્યા હતા. ભુજ તાલુકાના કોટાય ગામમાં આમિર ખાનના મિત્રના પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કચ્છ આવ્યા હતા.

ભુજ એરપોર્ટ પર મુલાકાતમાં આમિર ખાને જણાવ્યું કે, તે સાઉથ ભારતમાં હતો ત્યારે સમાચાર મળ્યા હતા કે, ધનાભાઈના પુત્રનું અવસાન થયું છે. પરિણામે આજે રવિવારે પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી દુઃખમાં સહભાગી થવા આવ્યો છું.બનાસકાંઠાના ભીલડી નજીક ગત 18 જાન્યુઆરીએ માર્ગ અકસ્માતમાં કોટાય ગામના મહાવીર ચાડનું અવસાન થયું હતું. જેથી પરિવારને સાંત્વના આપવા તે ચાર્ટડ પ્લેનથી ભુજ પહોંચ્યા હતા. ગાડી મારફતે કોટાય ગામમાં ગયા હતા.2001માં રિલીઝ થયેલી આમિરખાનની સુપરહીટ ફિલ્મ લગાનનું મોટા ભાગનું શુટીંગ કચ્છમાં થયું હતુ.

શુટીંગ દરમ્યાન કચ્છમાં અનેક લોકો સાથે મિત્રતા થઈ હતી. હતભાગી મહાવીરના પિતા ધનજીભાઇ ચાડે ફિલ્મ લગાનના શુટીંગ દરમિયાન અનેક જવાબદારી નિભાવી હતી અને ત્યારથી આમિરખાન સાથે પારિવારીક સંબંધ જેવો નાતો બંધાઇ ગયો હતો. ત્યારે આજે સવા બે દાયકા જૂના પારિવારિક સંબંધને અભિનેતાએ આજેય યાદ રાખી ધનજીભાઇ ચાડના પરિવારને દિલાસો આપવા ભુજ આવ્યા હતા