1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (19:00 IST)

રિતિક રોશન કૃષ 4 માં પોતાના અવાજનો જાદુ જગાવશે, ફિલ્મમા જોરદાર એક્શન

બોલીવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ક્રિશ 4’ (Krrish 4) ની તૈયારી કરી રહ્યા છે. રિતિકની ફિલ્મો જોવા માટે ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. દરેક લોકો અભિનેતાની ક્રિશ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મની રાહ જોવાનું બીજું કારણ છે. રાકેશ રોશને સુપરહીરોની ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગ વિશે માહિતી આપી છે
 
રિતિકના ચાહકો તેને ફિલ્મના સાઉન્ડટ્રેક માટે ગીત ગાતા જોઈ શકે છે. પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાકેશે જણાવ્યું કે તેની ફિલ્મમાં સંગીતનો મોટો રોલ હશે. જોકે તે સ્વીકારે છે કે તેણે હજુ તેના પર કામ શરૂ કરવાનું બાકી છે. પરંતુ સ્ક્રિપ્ટ લોક થયા બાદ તે આવું કરશે.
 
રિતિક ક્રિશ 4માં એક ગીત ગાશે
મ્યુઝિક અને સાઉંડ મુજબ, “હું ક્રિશ 4 કંપોઝ કરવા માંગુ છું. મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઈનના ટેક્નિકલ ભાગ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તેમનો પુત્ર અને મુખ્ય પાત્ર એટલે કે રિતિક રોશન વધુ ભાગ ગાશે. રોશને આગળ કહ્યું, "તેના દ્વારા ગાયેલું એક ગીત ચોક્કસ રહેશે".
 
ક્રિશના 15 વર્ષ થવાના ખાસ અવસર પર રિતિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટને શેર કરતા રિતિકે લખ્યું, ભૂતકાળ થઈ ચુક્યું, હવે જોઈએ કે ભવિષ્યમાં શું છે. એ પણ જણાવ્યું કે અત્યારે ક્રિશ 4 પર કામ ચાલી રહ્યું છે.
 
લોકડાઉન દરમિયાન રિતિકે પિયાનો કૌશલ્ય દર્શાવતા, 'ઝિંદગી મિલેગી ના દોબારા'ના સેલોરિટા અને 'કાઈટ્સ'ના ધ કાઈટ્સ ઇન સ્કાય જેવા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.