રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 27 એપ્રિલ 2017 (12:28 IST)

બોલીવુડ અભિનેતા Vinod Khannaનું નિધન

જાણીતા બોલીવુડ એક્ટર વિનોધ ખન્નાનુ નિધન થઈ ગયુ છે. 70 વર્ષીય ખન્ના કેંસરથી પીડિત હતા. તાજેતરમાં જ તેમની એક તસ્વીર પણ વાયરલ થઈ હતી. જેમા તેઓ ખૂબ જ કમજોર જોવા મળી રહ્યા હતા. વિનોદ ખન્ના એક્ટિંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરૂદાસપુરથી સાંસદ રહી ચુકેલા વિનોદ ખન્નાએ મુંબઈના રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 
 
ખન્નાને ગઈ 31 માર્ચના રોજ મુંબઈ સ્થિત સર એચ એન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે હોસ્પિટલની તરફથી કહેવામાં અવ્યુ કે ખન્નાના શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે. વિનોદ ખન્નાના બે પુત્ર અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના છે. જે બોલીવુડમાં સક્રિય છે. 
 
વિનોદ ખન્નાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનમાં જન્મના ત્રણ વર્ષમાં જ ભારતના ભાગલા થતા વિનોદ ખન્નાનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમણે કોલેજનું ભણતર દિલ્હીમાં પૂરું કર્યું હતું. 1968માં મન કા મીત ફિલ્મમાં વિલનનાં રોલ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એમણે પૂરબ ઔર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મસ્તાના, મેરા ગાંવ મેરા દેશમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. ત્યારબાદ અચાનક, ફરેબી, કૈદ, ઈનકારમાં હીરો તરીકે કામ કર્યું હતું. કુરબાની, શંકર શંભુ, ચોર સિપાહી, હેરા ફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર જેવી ફિ્લ્મોમાં એમનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં એ વોન્ટેડ, દબંગ, દબંગ 2, દિલવાલેમાં પણ ચમક્યા હતા.