ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (15:17 IST)

Aishwarya Rai Ad: તે ત્રણ સેકંડ જેમાં રાતોરાત એશ્વર્યા રાયને સુપરસ્ટાર બનાવી દીધુ, જૂનો વીડિયો થઈ રહ્યુ વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયને દુનિયાની સૌથી સુંદર મહિલામાંથી એક ગણાય છે. તેની સુંદરતાના ચર્ચા માત્ર બૉલીવુડમાં નહી પણ હૉલીવુડમાં પણ હોય છે. હમેશા તેના જૂની ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.  આ વચ્ચે એશ્વર્યા રાયનો એક જૂનો એડ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેણે માત્ર 3 સેકંડમા જ આખી લાઈમલાઈટ છીનવી લીધી. એશ્વર્યાનો આ એડ ખૂન જૂનો છે અને તેને પડદા પર આશરે 19 વર્ષ થઈ ગયા છે. આ એડના કારણે જ એશ્વર્યા રાય મિસ વર્લ્ડ બનવાથી પહેલા જ ચર્ચામાં આવી ગઈ હતી. 
 
મિસ વર્લ્ડ બનવાથી પહેલાની લોકપ્રિયતા 
વર્ષ 1993માં એક કોલ્ડ ડ્રિંકનો એડ આવ્યો હતો. જેમાં આમિર ખાન, મહિમા ચૌધરી અને એશ્વર્યા મુખ્ય ભૂમિકામા જોવાયા હતા. બ્યુટી ક્વીન બનવાથી પહેલા જ એશ્વર્યા ખૂબ નામ કમાવી લીધા હતા. એશ્વર્યા રાયની સુંદરતાના કારણે જ ઘણા પ્રોજેક્ટસ મળ્યા પણ જે સફળતા તેણે કોલ્ડ ડ્રિંકની એડથી મળી તે શોહરતનો તો જવાબ જ નથી. વર્ષ 1994માં જ્યારે તે મિસ વર્લ્ડના કોમ્પીટીશનમાં પહોંચી તો બધાને લાહ્યુ કે એશ્વ્રયા આ અવાર્ડની અસલી હકદાર છે.