સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:38 IST)

આલિયાએ કહ્યુ VALENTINE પર બોયફ્રેંડને આપો આ GIFTS, થઈ જશે IMPREES

વેલેન્ટાઈન વીક શરૂ થતા જ ગિફ્ટની લેવડ-દેવડ પણ શરૂ થઈ જાય છે. આ વીકમાં જુદા જુદા ડેઝના હિસાબથી લોકો પોતાના વેલેન્ટાઈનને ભેટ આપે છે.  પણ વાત જ્યારે 14 ફેબ્રુઆરીની આવે છે તો મોટાભાગે લોકો ગિફ્ટને લઈને મુંઝવણમાં પડી જાય છે. દરેક પોતાના પ્રેમીને કંઈક વિશેષ ભેટ આપવા માંગે છે. 
 
મોટાભાગના છોકરીઓને હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ અત્યારે આ જ મુંઝવણમાં છો કે તમારા વેલેન્ટાઈનને શુ ભેટ આપશો તો વધુ પરેશાન થવાની જરૂર નથી. બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ તમારે માટે લાવી છે કેટલાક ગિફ્ટ્સ આઈડિયા. 
 
આલિયાનુ કહેવુ છે કે તમે તમારા બોયફ્રેંડને સ્નીકર્સ ગિફ્ટ આપી શકો છો. કુલ લુક પસંદ કરનારા યુવકોને સ્નીકર્સ ખૂબ ગમે છે. 
આલિયા મુજબ તમે તમારા બોયફ્રેંડને સ્વિસ આર્મી નાઈફ પણ ભેટ આપી શકો છો. એડવેંચર ટ્રિપમાં જતી વખતે આ તેને માટે ખૂબ ઉપયોગી રહે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ આલિયાની બાકી ટિપ્સ.. 
 
 

યુવકોની ઘડિયાળ આપવી એક સારુ ઓપ્શન છે. આ હંમેશા તેમની સાથે પણ રહેશે. જ્યારે પણ એ ટાઈમ જોશે તો તેને તમારી યાદ આવશે. 

જો તમારા બોયફ્રેંડને વાંચવાનો શોખ છે તો તમે તેને પુસ્તક ભેટ આપી શકો છો. તમે તેની પસંદ મુજબનુ પુસ્તક ભેટમાં આપી શકો છો. 

 
આલિયાનુ કહેવુ છે કે ગિફ્ટ જરૂરી નથી કે મોંઘુ હોય, મહત્વનુ એ છે કે તમે તેને કેટલા પ્રેમથી આપી રહ્યા છો. 
 
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ હાલ પોતાની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 10 માર્ચના રોજ રજુ કરવામાં આવી રહી છે.