શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: રવિવાર, 12 જુલાઈ 2020 (06:37 IST)

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોનાથી સંક્રમિત, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન શનિવારે કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.  બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
 
સૌ પહેલા અમિતાભે ટ્વિટર પર લખ્યું, 'તપાસ કરતા મને કોરોના વાયરસના ઇન્ફેક્શનની  પોઝીટીવ રિપોર્ટ આવી છે. હું હોસ્પિટલમાં દાખલ છું હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહ્યુ છે. પરિવાર અને સ્ટાફની પણ તપાસ કરવામાં આવી છે. તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, 'છેલ્લા દસ દિવસમાં જે લોકો મારી સાથે સંપર્કમાં આવે છે તેમને પણ પોતાની તપાસ કરાવવા વિનંતી છે.'
 
ત્યારબાદ અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, 'આજે હું અને મારા પિતા બંને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. હળવા લક્ષણોને કારણે અમને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમામ જરૂરી અધિકારીઓને જાણ કરી છે અને અમારા પરિવાર અને કર્મચારીઓ તમામ તપાસ કરવામાં આવી રહી છે. હું દરેકને વિનંતી કરું છું કે ગભરાશો  નહીં શાંત રહે. આભાર.'
 
હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. શનિવારે રાત્રે 10 વાગ્યે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું, "તેમની હાલત સ્થિર છે, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ છે." ક્ષય રોગ અને તેમની ઉંમર અને ભૂતકાળના રોગોને જોતાં, તેની સ્થિતિમાં સુધારો થવામાં સમય લાગશે. '