શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (12:50 IST)

રાત્રે ખુલ્લામાં Toilet જતા પડીને ઘાયલ થયા અમિતાભ બચ્ચન, કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યુ આ પોસ્ટર

અમિતાભ બચ્ચન રાત્રે ખુલ્લામાં શૌચ  જઈ રહ્યા હતા ત્યારે તેઓ પડીને ઘાયલ થઈ ગયા. ગભરાવવાની જરૂર નથી. આ વાત ઝારખંડની રાજધાની રાંચી નગર નિગમના એક પોસ્ટરમાં લખી છે. જેનાથી અમિતાભ બચ્ચન ગોળી વાગ્યા પછી ખૂબ જ જખ્મી હાલતમાં જોવા મળી રહ્યા છે.  અમિતાભને ધર્મેન્દ્ર પોતાના ખોળામાં લઈને બેસ્યા છે. આ તસ્વીરમાં ધર્મેન્દ્ર મતલબ શોલેના વીરૂ પૂછી રહ્યા છે... 'શુ થયુ જય.. તને આટલુ વાગ્યુ કેવી રીતે ? જવાબમાં અમિતાભ બચ્ચન મતલબ જય કહે છે. 'ઘરમાં શૌચાલય નથી ને.. તો રાત્રે અંધારામાં ખુલ્લામાં શૌચ જતી વખતે પડી ગયો.' રાંચી નગર નિગમના આ પોસ્ટરને કોંગ્રેસ સાંસદ અને પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કર્યુ છે. 
 
— Abhishek Singhvi (@DrAMSinghvi) May 22, 2017
 
માં તેની સાથે જ રહેશે જે પહેલા શૌચાલય બનાવશે.. 
 
આ પહેલા નૈનીતાલમાં સ્વચ્છતા અભિયાનના પ્રચારમાં ફિલ્મ દીવારના ડાયલોગનો ઉપયોગ કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મ દીવારના એક સીનમાં અમિતાભ બચ્ચન કહે છે કે આજ મેરે પાસ બંગલા હૈ. ગાઈ હૈ... બેંક બેલેંસ છે. શુ છે તારી પાસે ? જવાબમાં શશિ કપૂર કહે છે. મારી પાસે માં છે.  આ ડાયલોગ દ્વારા તમે અનેક પ્રોડક્ટની જાહેરાત જોઈ હશે. આ વખતે આ ફેમસ ડાયલોગની મદદથી સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બંને ફેસબુક પર એક તસ્વીરમાં દેખાય રહ્યા છે.  ફિલ્મ દીવારના આ પોસ્ટર છે. જેમા અમિતાભ બચ્ચન શશિ કપૂર અને નિરૂપા રૉય દેખાય છે.  આ પોસ્ટરમાં અમિતાભની તસ્વીર નીચે લખ્યુ છે - મા ચલ મારી સાથે.. શશિ કપૂરની તસ્વીર નીચે લખ્યુ છે. નહી મા મારી સાથે રહેશે...  તો બીજી બાજુ નિરૂપા રોયની તસ્વીર ઉપર લખ્યુ છે.. 'નહી હુ એની સાથે જ રહીશ જે પહેલા શૌચાલય બનાવશે."