1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , બુધવાર, 17 મે 2017 (11:49 IST)

B'Day Spcl - શુ તમે ક્યારેય પ્રેમ કર્યો છે ? જો હા તો પંકજ ઉધાસની 5 ગઝલ સાંભળીને ખોવાય જશો

પોતાની મખમલી અવાજથી દુનિયા ભરના સંગીત પ્રેમીયોના દિલ પર રાજ કરનારા ગઝલ ગાયક પંકજ ઉધાસનો આજનો જન્મદિવસ  છે.  17 મે 1951ના રોજ જન્મેલ પંકજ ઉધાસને તલત અજીજ અને જગજીત સિંહ જેવા દિગ્ગજ ગઝલ ગાયક સાથે ગઝલને લોકપ્રિય કરવા માટે ઓળખાય છે.  ઉધાસને ફિલ્મ નામ (1986) ના ગીત ચીઠ્ઠી આઈ.. ગીતની અપાર લોકપ્રિયતા મળી. ત્યારબાદથી તેણે અનેક ફિલ્મો માટે પોતાનો અવાજ આપ્યો છે.  આ ઉપરાંત તેમને અનેક એલ્બમ પણ રેકોર્ડ કર્યા છે.  પદ્મશ્રી પંકજ ઉધારે ભારતીય સંગીતને એક નવી ઊંચાઈ આપી છે.  તેમના જન્મદિવસ પર આવો જાણીએ તેમના ગાયેલા 5 ગીત જેને સાંભળીને ખોવાય જશો તમે.... 
 
ચાંદી જૈસા રંગ હૈ તેરા... 
ચાંદી જૈસા રંગ હૈ તેરા.. સોને જૈસે બાલ.. એક તૂ હી ધનવાન હૈ ગોરી.. બાકી સબ કંગાલ..." આ પંકજ ઉધાસનુ ગીત. એક બહુચર્ચિત લવ સાંગ.. (ગઝલ) છે. આજની જનરેશન પણ આ ગીતને ખૂબ પ્રેમથી સાંભળે છે.  ખાસ કરીને ત્યારે જ્યારે તમે પ્રેમમાં પડ્યા હોય.. 
 
 
નિકલો ન તુમ બેનકાબ 
 
નિકલો ન તુમ બેનકાબ.. જમાના ખરાબ હૈ... આ ગીત પણ એક સમયે ખૂબ લોકોના મોઢા પર ચઢેલુ હતુ. 
 
 
ઘુંઘરુ તૂટ ગયે... 
 
ઘુંઘરુ ટૂટ ગયે.. પણ ઉધાસના પૉપુલર ગીતોમાંથી છે.  લોકગાયિકા માલિની અવસ્થીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આ જ એ ગીત છે જેને સાંભળીને હુ ગાવા માંડી આને આ મુકામ પર છુ. પંકજ ઉધાસે ફક્ત ફેંસને જ નહી પણ કલાકારોને પણ રોશની ભરવાનુ કામ કર્યુ છે. 
 
આપ જિનકે કરીબ હોતે હૈ... 
 
આપ જીનકે કરીબ હોતે હૈ... વો બડે ખુશનસીબ હોતે હૈ.. આ ગીત સાંભળીને તમે પણ તમારા મહેબૂબની યાદ જરૂર આવશે. 
 
એ ગમે જીંદગી કુછ તો દે મશવરા 
 
એ ગમે જીંદગી કુછ તો દે મશવરા.. એક તરફ ઉસકા ઘર.. એક તરફ મૈકદા.. આ ગીત પણ આશિકોની મૂંઝવણને ખૂબ સરસ રીતે બતાવવાનો દમખમ રાખે છે.   ક્યારેય ક્યારેક પ્રેમ તમને એક એવા ધર્મસંકટમાં લાવીને ઉભો કરી દે છે .. જ્યા તમને પંકજ ઉધાસનુ આ ગીત યાદ આવી જાય છે.