શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

બર્થડે સ્પેશલ- 47ની કુંવારી તબ્બૂને ન મળ્યો સાચો હમસફર

4 નવેમ્બર 1971ના રોજ જન્મેલી તબ્બૂનું  પૂરૂં નામ તબ્બૂસમ ફાતિમા હાશેમી ઉર્ફ તબ્બૂ છે. તબ્બૂનો જન્મ હેદરાબાદમાં થયો  એને બાળપણથી જ પિતાનો પ્રેમ ન મળ્યો અને એ કહે છે કે  મે મારા પિતાના ચેહરો પણ જોયો નથી.  મારા માટે મારી માતા જ માતા-પિતા બન્ને છે. 

તબ્બૂની ઈમેજ એક એવી અભિનેત્રીની છે, જે ગંભીર અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હલકી ફુલ્કી કે હાસ્યાસ્પદ પાત્રોની ભૂમિકા ભજવવા માટે નિર્માતા નિર્દેશક તબ્બૂના નામ પર કદી વિચાર નથી કરતા.

આંસુ પાડવાની અને ઉદાસ રહેવાની ભૂમિકા ભજવીને તબ્બૂ બોર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા તેણે કેટલીક ફિલ્મોને પણ એટલા માટે જ ઠુકરાવી દીધી કારણ કે તેમાં પણ એવી જ ભૂમિકાઓ હતી, જેવી તબ્બૂ સામાન્ય રીતે ભજવતી આવી છે.

આ ફિલ્મો મોટા બેનર્સની હતી, પણ તબ્બૂએ પોતાનો નિર્ણય ન બદલ્યો. તબ્બૂને એ સમજાતુ નથી કે તેણે હાસ્ય કે કોમેડી ફિલ્મોમાં કામ કેમ નથી મળતુ ? પહેલા પણ તે કેટલીક હાસ્ય ફિલ્મો કરી ચૂકી છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ હીટ ફિલ્મો તેના નામ પર છે.

બધી ગડબડ ઈમેજની છે. તબ્બૂ પોતાની ઈમેજમાં કેદ થઈને રહી ગઈ છે. બોલીવુડમાં કોઈ પણ કલાકારની એક વાર જે છબિ બની જાય છે તેમાંથી બહાર નીકળવુ ખૂબ જ મુશ્કેલી થઈ જાય છે.