શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 22 માર્ચ 2017 (16:15 IST)

OMG- વાંદરાએ આ હીરોઈનને થપ્પડ મારી

એકટ્રેસ પ્રિયંકા ચોપડાએ તેમના સાથે ઘટિત એક એવી ઘટના નો ખુલાસો કર્યું છે જે તમને ચોકાવી નાખશે. પ્રિયંકા જે પોતાની હૉલીવુડ ફિલ્મ બેવૉચ ના રિલીજ થવાની રાહ જોઈ રહી છે.  થોડા દિવસ પહેલા " દ કપિલ શર્મા શોમાં પહોંચી અને ત્યાં તેણે જણાવ્યુ  કે કઈ રીતે એક વાંદરાએ તેણે જોરદાર થપ્પડ મારી હતી. 
પ્રિયંકાએ કહ્યું કે જ્યારે બાળપણમાં તે એક વાર શાળામાંથી  પરત આવી રહી હતી. તો તે સમયે એક ઝાડ પર લટકેલા એક વાંદરાએ જોઈને હંસી પડી હતી પણ તેણે વિચાર્યું નહોતુ કે તેને આ હાસ્યની કિમંત પણ ચુકવવી પડશે. . પ્રિયંકાએ હંસતી જોઈને વાંદરો ઝાડ પરથી નીચે ઉતર્યો અને તેણે જોરદાર થપ્પડ મારી દીધી.  
 
પ્રિયંકાના આ ખુલાસાથી શોમાં હાજર બધા લોકો હંસવા લાગ્યા. પણ પ્રિયંકા શરમાઈ ગઈ.