શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (06:58 IST)

HBD શિલ્પા શેટ્ટી - હૉલીવુડ સ્ટારે આ રીતે કર્યુ હતુ Kiss, દુનિયાભરમાં મચી હતી ખલબલી

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી  રહી છે. તે ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
શિલ્પા શેટ્ટી ઘણીવાર પોતાની ફિલ્મો અને તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.  પરંતુ આજે અમે તમને તેના કેટલાક કંટ્રોવર્શિયલ કિસ વિશે બતાવી રહ્યા છીએ. જેનાથી દુનિયાભરમાં ખલબલી મચી ગઈ હતી. 
15 એપ્રિલ, 2007 ના રોજ, જયપુરમાં એક કાર્યક્રમમાં, હોલીવુડના પ્રખ્યાત અભિનેતા રિચાર્ડ ગેરેએ અચાનક શિલ્પા શેટ્ટીને પકડીને તેના ગાલ પર કિસ કરી લીધુ હતુ. આ કાર્યક્રમ એઇડ્સને લઈને જાગૃતિ અંગેનો હતો. 
 
આ ઉપરાંત શિલ્પા શેટ્ટીના અન્ય એક કિસને કારણે હંગામો મચી ગયો હતો. એક મંદિરમાં દર્શન કરવા ગયેલ શિલ્પા શેટ્ટીના ગાલ પર પૂજારીએ કિસ કરી લીધુ હતુ. આ મામલો ચર્ચાએ ચઢતા શિલ્પા શેટ્ટીએ પોતાના ખુલાસામાં કહ્યું હતું કે શુ એક પિતા પોતાની દિકરીને કિસ ન કરી શકે ?