શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 4 જૂન 2018 (11:19 IST)

ડબ્બૂ અંકલનુ ફેન થયુ બોલીવુડ, સુનીલ શેટ્ટીથી લઈને ગોવિંદાએ પણ કર્યા વખાણ

સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બનેલ ડાંસિગ અંકલની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. તેમણે પોતાના લાજવાબ ગોવિંદા સ્ટાઈલ ડાંસિગથી ફ્કત દર્શકોને જ નહી પણ બોલીડ ઈડસ્ટ્રીને પણ પોતાના ફેન બનાવી લીધા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ તેમના ડાંસના ફેન બની ગયા અને તેમણે પણ ડબ્બૂ અંકલના ખૂબ વખાણ કર્યા.  ઉલ્લેખનીય છે કે પોતાના એક વીડિયોથી ડાંસિગ સ્ટાર બનેલ અંકલનુ નમ સંજીવ શ્રીવાસ્તવ છે અને તેઓ મધ્યપ્રદેશના વિદેશાના રહેનારા એક પ્રોફેસર છે. 
સોશિયલ મીડિયા જ નહી બોલીવુડના સ્ટાર રવિના ટંડન, અર્જુન કપૂર દિવ્યા દત્તા અને ગોવિંદા જેવા કલાકારોએ પણ ડબ્બૂ અંકલના ડાંસને પસંદ કર્યો છે.  સુનીલ શેટ્ટીએ તો પ્રોફેસર સાહેબને મુંબઈ મળવા પણ બોલાવ્યા હતા અને તેમની સાથેની મુલાકાત પછી તેમણે ટ્વીટ પણ કર્યુ.  સોશિયલ મીડિયા પર ફેમસ થયા પછી તેમણે પોતાનુ ટ્વિટર એકાઉંટ પણ બનાવ્યુ અને અત્યાર સુધી 16 હજારથી વધુ તેમના ફોલોઅર્સ પણ થઈ ગયા છે. તેમને પોતાનો નવો ડાંસ વીડિયો પણ ટ્વિટર પર શેયર કર્યો છે. એટલુ જ નહી તેમણે પોતાના આ વીડિયો સાથે ગોવિંદા અને સલમાન ખનાને ચેંલેજ પણ કરી દીધુ છે.  સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની ભાભા યુનિવર્સિટીના પ્રોફેસર છે.