શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શનિવાર, 21 નવેમ્બર 2020 (15:58 IST)

કોમેડિયન Bharti Singh અને તેના પતિની NCB એ કરી ધરપકડ

ડ્રગ માફિયા અને બોલીવુડ(Bollywood) વચ્ચેના કથિત સબંધોની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ  (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ની અટકાયત કરી હતી. એનસીબીએ જણાવ્યું છે કે એજન્સી દ્વારા ભારતીસિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેની અટકાયત કરવામાં આવી હતી.
 
બંને પર ડ્રગ્સ લેવાનો આરોપ 
 
ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયા પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. એનસીબી આ બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ પૈડલર્સ તરફથી મળેલી માહિતી પછી એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે દરોડો પાડ્યો હતો,  જ્યાંથી એજન્સીને શોધખોળ દરમિયાન શંકાસ્પદ પદાર્થ (ગંજા) મળી આવ્યો હતો.