સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (12:09 IST)

DPIFF Awards 2024: એવોર્ડ નાઈટના ચમકતા સિતારા બનીને ઉભર્યા શાહરૂખ-નયનતારા, અહી જુઓ વિનર્સની લિસ્ટ

Dadasaheb phalke international film festival awards
Dadasaheb phalke international film festival awards
દાદા સાહેબ ફાલ્કે ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારંભમાંથી એક છે. દાદા સાહેબ ફાલ્કે ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસ 2024 મંગળવારે 20 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરવામાં આવ્યુ.  ડીપીઆઈએફએફ 2024 ઈંડસ્ટ્રીના તમામ કલાકારોનો જમાવડો જોવા મળ્યો.  બોલીવુડ કિંગ શાહરૂખ ખાન અને નયનતારા આ સાંજે ચમકતા કલાકારો બનીને ઉભર્યા. બંને કલાકારો એટલી નિર્દેશિત ફિલ્મ જવાનમાં પોતાના શાનદાર પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ પોતાને નામે કર્યો. 
 
ડીપીઆઈએફએફ 2024માં સંદિપ રેડ્ડી વાંગાને તેમની ફિલ્મ એનીમલ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકના ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા. આ ફિલ્મમાં રણવીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. એનિમલે દુનિયાભરમાં 900 કરોડ રૂપિયાનુ કલેક્શન સાથે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. બીજી બાજુ એનીમલમાં બોબી દેઓલને નેગેટિવ રોલ માટે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. ફિલ્મમાં બોબીના જોરદાર ટાંસફોર્મેશનને જોઈને દરેક હેરાન રહી ગયુ. 
Dadasaheb phalke international film festival awards
Photo - Twitter
આ ઉપરાંત અભિનેતા વિક્કી કૌશલને સૈમ બહાદુરમાં પોતાના શાનદાર અભિનય માટે બેસ્ટ અભિનેતાનો ખિતાબ મળ્યો છે. વિક્કી કૌશલે મેઘના ગુલઝાર નિર્દેશિત સૈમ બહાદુરમાં ફિલ્ડ માર્શલ સૈમ માનેકશૉ ની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમના અભિનય પ્રદર્શનના દરેક કોઈ વખાણ કરી રહ્યુ છે. 
 
ગઈ સાંજે થયેલા આ સમારંભમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા સામેલ થયા. જાણીતી હસ્તિયોએ પોતાની શ્રેષ્ઠતમ અને એકથી એક ચઢિયાતી આઉટફિટમાં રેડ કાર્પેટની શોભા વધારી. કલાકારોથી સજાયેલી આ સાંજમા દરેક કલાકાર રેડ કાર્પેટ પર પોતાનો જાદુ વિખેરતા જોવા મળ્યા. 
 
દાદા સાહેબ ફાલ્કે ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાન, બોબી દેઓલ, શાહિદ કપૂર, રાની મુખર્જી, કરીના કપૂર, નયનતારા સહિત તમામ કલાકારોએ હાજરી આપી. આ સાંજની બધી લાઈમલાઈટ નયનતારા અને શાહરૂખે લૂટી લીધી.  સોશિયલ મીડિયા પર કલાકારોના લુક્સના જોરદાર વખાણ થઈ રહ્યા છે.