શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:30 IST)

જાણીતા કોમેડિયન પપ્પુ પોલિસ્ટરનુ નિધન, ફિલ્મ જગતમાં માતમ

ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા કોમેડિયન પપ્પુ પોલિસ્ટરના નામથી જાણીતા મશહૂર સૈયદ બદરૂલ હસન ખાન બહાદુરનુ  બુધવારે નિધન થઈ ગયુ. તેઓ લખનૌ યૂપીના રહેનારા હતા અને અવધના દસમાં નવાબ, નવાજ વાજિદ અલી શાહના સંબંધી હતા. દિગ્ગજ અભિનેતાને ટીવીના ધ સ્વોર્ડ ઓફ ટીપૂ સૂલ્તાન નામની સીરિયલમાં મૈસૂરના મહારાજાનુ પાત્ર ભજવવાને કારણે ઓળખ મળી હતી. 
 
આ ઉપરાંત તેમણે આ દરમિયાન ઈન બિચ(1997), ઈત્તેફાક(2001) અને ધુંધ:ધ ફૉગ (2003) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.  પપ્પુ પૉલિસ્ટર છેલ્લા 25 વર્ષોથી ફિલ્મો, ટેલીવિઝન, થિયેટર અને જાહેરાતો સાથે જોડાયેલા હતા. 150 કિલોની કાયા અને અભિનયની અનોખી શૈલી સાથે તેમણે ઈંડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી રાખી હતી.  તેઓ હિન્દી ઉપરાંત ઉર્દૂ, ફારસી, અરબી, અંગ્રેજી, પંજાબી, અવધી, ભોજપુરી વગેરે અનેક ભાષાઓમાં કુશળ હતા. 
 
એક અભિનેતા હોવા ઉપરાંત પપ્પુ પોલિસ્ટર એક શાસ્ત્રીય નર્તક પણ રહી ચુક્યા હતા. તેમણે સર્વશ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્ય માટે બિરજૂ મહારાજા જી પાસેથી પુરસ્કાર મળી ચુક્યો હતો. તેમને સીરિયલ ટીપૂ સુલ્તાન માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુક્યો હતો.  એક્ટિંગમાં મોટા મોટ એક્ટર્સને ટક્કર આપનારા પપ્પુ પોલિએસ્ટર આંબેડકર વિશ્વવિદ્યાલય ઉત્તર પ્રદેશમાંથી અભિનયમાં ડોક્ટરેટથી સન્માનિત થઈ ચુક્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે તેમને જોધા અકબર, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, માન, ખોયા ખોયા ચાંદ, ફરિશ્તે, મહારાજા, ફૂલ ઔર અંગાર, તેરે મેરે સપને, બાદલ, અંધા ઈંતેકામ, તુમસે અચ્છા કૌન, શ્રીમતી શ્રીમતી, આપ મુજે અચ્છે લગને લગે અને હીરો હિન્દુસ્તાન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.