ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (14:14 IST)

Happy Birthday: અનુષ્કા શર્માને પહેલી નજરમાં ધમંડી લાગ્યા હતા વિરાટ, પણ એક મુલાકાત પછી આવ્યો આ ખ્યાલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના હમસફર અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. આ કપલ મોટેભાગે એકબીજાને લઈને કેટલાક મોટા રહસ્ય ખોલતા રહે છે. જેને લઈને ચર્ચા શરૂ થઈ જાય છે. આ કપલની પહેલી મુલાકાત કોઈ કોમેડી ફિલ્મથી ઓછી નથી. આજે અનુષ્કાના 33માં જન્મદિવસે અમે બતાવીશુ કેવી રઈતે વિરાટ કોહલીને મળીને અનુષ્કા તેમના પ્રેમમાં પડી ગઈ. 
 
વિરાટ-અનુષ્કાની પહેલી મુલાકાત 2013 માં એક શેમ્પૂ એડની શૂટિંગ દરમિયાન થઈ હતી. આ એડ ટીવી પર આવતાની સાથે જ લોકોમાં તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ. લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંનેની ઓનસ્ક્રીનની કેમિસ્ટ્રી પાછળ એક રહસ્ય છે. જોકે તે સમયે બંનેએ કોઈને કંઇ કહ્યું નહોતું, પરંતુ એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાએ વિરાટને  વિશે કહ્યું હતું કે તે મને પ્રથમ મુલાકાતમાં પહેલી મીટિંગમાં ઘમંડી લાગ્યા હતા પણ પછી મારો હુ ખોટી સાબિત થઈ 
 
 ખૂબ જ સિંપલ અને બુદ્ધિમાન લાગ્યા વિરાટ 
 
કમર્શિયલ શૈપૂ એડ પછી ફિલ્મફેયર મૈગેજીનના ઈંટરવ્યુમાં અનુષ્કાએ વિરાટ સાથે પોતાની મુલાકાત વિશે વાત કરી.  તે ઈંટરવ્યુમાં કે જો તમે મને પૂછશો કે શુ વિરાટ મારા ઘરએ આવ્યા હતા ? શુ એ મારો મિત્ર છે ? શુ હુ તેને જાણુ છુ ? તો આ બધા સવાલોનો જવાબ હા છે. આ દરમિયાન કેટલીક એવી વાતો બતાવી જે કદાચ જ કોઈ જાણતુ હશે. 
 
તેણે કહ્યુ કે અમે એક સાથે એડનુ શૂટિંગ કર્યુ. આ દરમિયાન હુ તેનાથી કઈક વધુ જ ઉપર રહેવાનો પ્રયત્ન કરી રહી હતી, કારણ કે મને વિરાટ એરોગેંટ લાગતો હતો. તેથી કારણ કે હુ પહેલા પણ અનેકવાર લોકોને તેને ઘમંડી કહેતા સાંભળી ચુકી હતી.  જો કે આ મુલાકાત પછી તે મને ખૂબ જ સિંપલ, મજાકિયો અને બુદ્ધિમાન લાગ્યો.  વિરાટ પહેલા અનેક શૂટિંગ કરી ચુક્યા હતા અને મારી સાથે તેની એ પ્રથમ એડ હતી
 
એડ પછી અનુષ્કાએ ખાસ પાર્ટી રાખી હતી 
 
ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાના આ એડનું શૂટિંગ લગભગ ત્રણ દિવસ ચાલ્યું હતું, ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બની હતી. આ જાહેરાત બાદ અનુષ્કાએ તેના ઘરે એક પાર્ટી રાખી હતી, જેમાં તેણે વિરાટ કોહલી સહિતના કેટલાક ખાસ મિત્રોને આમંત્રિત કર્યા હતા. તેણી આગળ કહે છે કે આ પાર્ટીમાં ઘણા લોકો હાજર હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા વિરાટની હતી.
 
વિરાટે અનુષ્કાની મજાક ઉડાવી હતી 
 
અમેરિકન ટેલિવિઝન સ્પોર્ટ્સના રિપોર્ટર ગ્રેહામ બૈનસિંગરને આપેલા ઇન્ટરવ્યુમાં વિરાટે ખુલાસો કર્યો કે જ્યારે અનુષ્કા સેટ પર પહોંચી ત્યારે તે હાઈ હીલ્સ સેન્ડલ પહેરીને આવી હતી. તેને કારણે તે મારાથી વધુ લાંબી દેખાય રહી હતી. જેને લઈને મે તેને કહ્યુ હતુ કે તમને કોઈએ બતાવ્યુ તો હશે જ કે હુ પણ 6 ફીટનો છુ. તેથી તમારે હાઈ હિલ્સવાળી સૈંડલ પહેરીને નહોતુ આવવુ. આ સાંભળીને અનુષ્કા ચોંકી ગઈ અને વિરાટને કહ્યું, 'એક્સક્યુઝ મી'. અનુષ્કાનો આ જવાબ  સાંભળ્યા પછી વિરાટ સમજી ગયો કે તેણે ભૂલ કરી દીધી છે. ત્યારબાદ તેણે સફાઈ આપી કે સોરી હુ મજાક કરી રહ્યો હતો. વિરાટ ત્યારબાદ ખૂબ શરમ અનુભવી રહ્યો હતો. છે.