મેરી આવાજ હી પહચાન હૈ .. - હેપી બર્થડે સ્વર કોકિલા લતા મંગેશકર
લતાના યાદગાર ગીતો
ભારત રત્નથી વિભૂષિત ભારતની 'સ્વર કોકિલા' લતા મંગેશકર દ્વારા ગવાયેલ ગીત 'ના ભુલ જાયેગા ચેહરા ભી બદલ જાયેગા, મેરી આવાજ હી પહચાન હૈ ગર યાદ રહે' હકીકતમાં તેમના વ્યક્તિત્વ, કળા અને અદ્વિતીય પ્રતિભાનુ પરિચાયક છે. 28 સપ્ટેમ્બરના રોજ લતાજી તેમના જીવનના 87 વર્ષ પુરા કરી રહી છે. તેમણે ફિલ્મોમાં પાશ્વગાયન ઉપરાંત ગેર ફિલ્મી ગીતો પણ ગાયા છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી. તેમની બહેનો આશા, ઉષા અને મીના સાથે સંગીતની શિક્ષા મેળવવા ઉપરાંત લતા બાળપણથી જ રંગમંચના ક્ષેત્રમાં પણ સક્રિય હતી. જ્યારે લતા સાત વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર મુંબઈ આવી ગયો, તેથી તેનો ઉછેર મુંબઈમાં થયો.
વર્ષ 1942માં હાર્ટએટેક આવવાથી તેમના પિતાનુ મૃત્યુ થયુ. પિતાના અવસાન પછી લતાએ પરિવારના ભરણપોષણ માટે થોડા વર્ષો સુધી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ, જેમા મુખ્ય છે 'મીરાબાઈ', 'પહેલી મંગલાગૌર', 'માઝે બાળ' 'ગંજાભાઉ', 'છિમુકલા સંસાર', 'બડી મા', 'જીવનયાત્રા' અને 'છત્રપતિ શિવાજી'.
પરંતુ લતાની મંઝિલને ગીત અને સંગીત જ હતા. બાળપણથી જ તેમને ગાવાનો શોક હતો અને સંગીતમાં તેની દિવાનગી રસપ્રદ હતી. લતાએ એકવાર વાતચીતમાં બીબીસીને જણાવ્યુ હતુ કે જ્યારે તે ચાર-પાંચ વર્ષની હતી ત્યારે કિચનમાં રસોઈ બનાવતી પોતાની માતાને સ્ટૂલ પર ઉભી રહીને ગીત સંભળાવતી હતી. ત્યા સુધી તેમના પિતાને તેમના ગાવાના શોખ વિશે જાણ નહોતી.
એક વાર પિતાની ગેરહાજરીમાં તેમના એક શિષ્યને લતા એક ગીતના સુર ગાઈને સમજાવી રહી હતી, ત્યારે અચાનક પિતા આવી ગયા. પિતાજીએ તેની માતાને કહ્યુ, 'આપણા પોતાના ઘરમાં જ ગાનારી બેસી છે અને આપણે બહારવાળાને સંગીત શીખવાડી રહ્યા છે.' આગલા દિવસે પિતાજીએ લતાને સવારે છ વાગે ઉઠાડીને તાનપુરા પકડાવી દીધો.
લતાએ ફિલ્મોમાં પાશ્વગીતની શરૂઆત 1942માં મરાઠી ફિલ્મ 'કીતી હસાલ' દ્વારા કરી. પણ દુર્ભાગ્યની વાત છે કે આ ગીત ફિલ્મમાં લેવામાં ન આવ્યુ. કહેવાય છે કે સફળતાનો રસ્તો સરળ નથી હોતો. લતાને પણ બોલીવુડમાં કેરિયરના શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તેમના પાતળા અવાજને કારણે શરૂઆતમાં સંગીતકાર ફિલ્મોમાં તેમને ગીત ગાવાની ના પાડી દેતા હતા.
પોતાની લગન અને પ્રતિભાના બળ પર જો કે ધીરે ધીરે તેમને કામ અને ઓળખ બંને મળવા લાગ્યા. 1947માં આવેલ ફિલ્મ 'આપકી સેવા મે'માં ગાયેલ ગીતથી લતાને પહેલીવાર મોટી સફળતા મળી અને પછી ક્યારેય તેમણે પાછળ વડીને જોયુ નથી.
વર્ષ 1949માં ગીત 'આયેગા આને વાલા', 1960માં 'ઓ સજના બરખા બહાર આઈ', 1958માં 'આજા રે પરદેશી', 1961માં 'ઈતના ન તૂ મુઝસે પ્યાર બઢા'. 'અલ્લાહ તેરો નામ.' 'એહસાન તેરા હોગા મુઝ પર' અને 1965માં 'એ સમા, સમા હૈ યે પ્યાર કા' જેવા ગીતો સાથે તેમના પ્રશંસકો અને તેમની અવાજના ચાહકોની સંખ્યા સતત વધતી ગઈ.
એ કહેવુ ખોટુ નથી કે હિન્દી સિનેમામાં ગાયકીનુ બીજુ નામ લતા મંગેશકર છે. વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કે કાર્યક્રમમાં લતાએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસૂ આવી ગયા હતા.
ભારત સરકારે લતાને પદ્મ ભૂષણ (1969) અને ભારત રત્ન(2001)થી સન્માનિત કર્યા. સિનેમા જગતમાં તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર અને ફિલ્મ ફેયર પુરસ્કારોથી સન્માનિત કર્યા છે.
સુરીલા અવાજવાળુ સાદા વ્યક્તિત્વ માટે વિશ્વમાં ઓળખ બનાવનારી લતાજી આજે પણ ગીત રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ ઉતારીને અંદર જાય છે.
આગળ જુઓ લતાના યાદગાર ગીતો
ઉઠાએ જા ઉનકે સિતમ (અંદાજ)
હવા મેં ઉડતા જાએ (બરસાત)
આએગા આએગા આએગા આને વાલા (મહલ)
ઘર આયા મેરા પરદેસી (આવારા)
તુમ ન જાને કિસ જહાઁ મેં (સજા)
યે જિંદગી ઉસી કી હૈ (અનારકલી)
મન ડોલે મેરા તન ડોલે (નાગિન)
મોહે ભૂલ ગએ સાઁવરિયા (બૈજૂ બાવરા)
યૂઁ હસરતોં કે દાગ (અદાલત)
જાએઁ તો જાએઁ કહાઁ (ટૈક્સી ડ્રાઇવર)
પ્યાર હુઆ ઇકરાર હુઆ (શ્રી 420)
રસિક બલમા (ચોરી ચોરી)
ઐ માલિક તેરે બંદે હમ (દો આઁખે બારહ હાથ)
આ લૌટ કે આજા મેરે ગીત (રાની રૂપમતી)
પ્યાર કિયા તો ડરના ક્યા (મુગલ એ આજમ)
ઓ બસંતી પવન પાગલ (જિસ દેશ મેં ગંગા બહતી હૈ)
જ્યોતિ કલશ છલકે (ભાભી કી ચૂડિયાઁ)
અલ્લાહ તેરો નામ (હમ દોનોં)
પંખ હોતે તો ઉડ આતી રે (સેહરા)
બિંદિયા ચમકેગી (દો રાસ્તે)
ચલતે ચલતે (પાકીજા)
સુન સાહિબા સુન (રામ તેરી ગંગા મૈલી)
કબૂતર જા જા(મૈંને પ્યાર કિયા)
મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાઁ હૈ (ચાઁદની)
યારા સીલી સલી (લેકિન)
દીદી તેરા દેવર દીવાના (હમ આપકે હૈ કૌન)
મેરે ખ્વાબોં મેં જો આએ (દિલવાલે દુલ્હનિયા લે જાએઁગે)
દિલ તો પાગલ હૈ (દિલ તો પાગલ હૈ)
જિયા જલે જાઁ જલે (દિલ સે)
હમકો હમીં સે ચુરા લો(મોહબ્બતેં)