રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (12:17 IST)

હવે કંગના અને જયા બચ્ચન વચ્ચે છેડાઈ શાબ્દિક જંગ - એક કે સંસદમાંથી કર્યો હુમલો તો મનાલીથી ક્વીને પણ આપ્યો જવાબ

રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનુ નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યુ છે. બચ્ચને કહ્યુ કે 'જે લોકોએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી નામ કમાવ્યુ, તે તેને ગટર બતાવી રહ્યા છે.  હુ આ સાથે બિલકુલ સહેમત નથી. તેમણે સરકારને અપીલ કરી કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે. તેમણે કહ્યુ કે જેનુ ખાય છે તેનુ જ વગોળે છે.  જયાએ કહ્યુ કે મનોરંજન ઈંડસ્ટ્રી દરરોજ 5 લાખ લોકોને દીધી રીતે રોજગાર આપે છે. આવા સમયે જ્યારે અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હાલતમાં છે. લોકોનુ ધ્યાન હટાવવા માટે બોલીવુડને સોશિયલ મીડિયા પર નિશાન બનાવી રહ્યા છે. 
 
કંગનાએ જયાને કહ્યુ, થોડી તો દયા બતાવો 
 
સંસદમાં જયા બચ્ચનના નિવેદન પર સોમવારે પોતાના ઘર, મનાલી પહોંચી કંગનાની પ્રતિક્રિયા પણ આવી ગઈ છે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ, "જયા જી શુ તમે ત્યારે પણ આ જ કહેશો જઓ મારા સ્થાન પર તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવતી. ડ્ર્ગ્સ આપવામાં આવી હોત અને શોષણ થયુ હોત. શુ તમે ત્યારે પણ એવુ જ કહેશો જો અભિષેક સતત બુલીઈંગ અને શોષણની વાત કરતા અને એક દિવસ ફાંસી પર લટકેલા જોવા મળતા ? થોડો સપોર્ટ અમારી માટે પણ બતાવો. 
 
કંગનાએ શુ કહ્યુ હતુ  ?
 
26 ઓગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટૈગ કરતઆ એક ટ્વીટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ, 'જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલીવુડની તપાસ કરે છે તો પહેલી પંક્તિના અનેક કલાકારો જેલની પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયો તો અનેક ચોકાવનારી વાતો સામે આવશે. આશા છે કે પ્રધાનમંત્રીજી સ્વચ્છ ભારત મિશનના હેઠળ બોલીવુડ જેવા ગટરને સાફ કરશે.