Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ
Jubin Nautiyal baby boy
Jubin Nautiyal Become Father: જાણીતી સિંગર જુબિન નૌંટિયાલ (Jubin Nautiyal) સિંગિગની દુનિયાનો ચમકતો સિતારો છે. જુબિનના ગીતો સાંભળીને ફેંસ ખુશ થઈ જાય છે. અને હવે સિંગર સાથે જોડાયેલ એક ગુડ ન્યુઝ સામે આવી છે. જુબિન પિતા બની ગયા છે. જુબિન નૌટિયાલની પત્ની રિચા ચંદેલે એક પુત્રને જન્મ આપ્યો છે. જુબિન અને રિચા ગણેશ ચતુર્થીના શુભ અવસર પર માતા પિતા બન્યા. આ ગુડ ન્યુઝ તેમણે એક ઈંટરવ્યુમાં આપી. આ અવસર પર સિંગરે બતાવ્યુ કે તેમની પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે.
જુબિન નૌટિયાલે પુત્રના નામ પર આપ્યુ રિએક્શન
જુબિન નૌટિયાલે બોમ્બે ટાઈમ્સને એક ઈંટરવ્યુ આપ્યો છે. જેના દ્વારા સિંગરે ફેંસને પિતા બનવાની ગુડ ન્યુઝ આપી. આ ઈંટરવ્યુમા જુબિને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. સિગરે કહ્યુ જી હા હુ પિતા બની ગયો છુ. અમારા પુત્રનો જન્મ 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના શુભ દિવસ પર થયો. માતા અને બાળક બંને ઠીક છે. આ અવસર પર જુબિને તેમના પુત્રનુ નામ પુછ્યુ તો સિંગરે સ્પષ્ટ કહ્યુ કે હજુ તેમણે નામ નક્કી કર્યુ નથી. જુબિને કહ્યુ, 'હજુ સુધી અમે અમારા પુત્રનુ કોઈપણ નામ વિચાર્યુ નથી. હાલ અમે તેની સાથે સુંદર ક્ષણનો આનંદ લઈ રહ્યા છીએ. બીજી બાજુ હવે ફેંસ જુબિન અને રિચાને શુભેચ્છા આપી રહ્યા છે. સોશિયલ મીદિયા પર કપલનુ નામ છવાય ગયુ છે અને તેમને ઘણી શુભેચ્છાઓ મળી રહી છે.
લાઈમલાઈટથી દૂર રહે છે જુબિન નૌટિયાલ
નોંધનીય છે કે જુબિન નૌટિયાલે ઉત્તરાખંડમાં એક ખાનગી સમારંભમાં તેની બાળપણની મિત્ર રિચા ચંદેલ સાથે લગ્ન કર્યા હતા, જેમાં ફક્ત પરિવાર અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જુબિન પોતાના અંગત જીવનને સોશિયલ મીડિયાથી દૂર રાખે છે. ગાયકે તેના જીવનસાથી સાથેનો ફોટો શેર કર્યો હતો, પરંતુ ફોટામાં જુબિનની પત્નીનો ચહેરો દેખાતો નહોતો. ફેંસએ આજ સુધી જુબિનની પત્નીનો ચહેરો જોયો નથી, અને ફેંસ આશા રાખી રહ્યા છે કે જુબિન ટૂંક સમયમાં તેના પુત્રનો ચહેરો જાહેર કરશે.