રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (10:29 IST)

કમાલ રાશિદ ખાનની ધરપકડ, 2020માં કર્યું હતું વિવાદાસ્પદ ટ્વીટ

kamal
સેલ્ફ ક્લેમ ક્રિટિક કમાલ રાશિદ ખાન (KRK)ની પોલીસે ધરપકડ કરી છે. મલાડ પોલીસ સ્ટેશનમાં કમાલ રાશિદ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. વર્ષ 2020માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વીટ માટે પોલીસે કમાલ રાશિદ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
 
 આજે કોર્ટમાં હાજર થશે  KRK
 
મુંબઈ પોલીસે જણાવ્યું કે તેમને આજે જ બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કમાલ રાશિદ ખાન પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. KRK દરરોજ કોઈને કોઈ ફિલ્મ અથવા સેલિબ્રિટી વિશે ખોટી રજૂઆત કરે છે, જેના પછી તેને સોશિયલ મીડિયા પર પણ જોરદાર ટ્રોલ કરવામાં આવે છે.