ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (11:31 IST)

બોલીવુડની આ સુંદર અભિનેત્રીઓની ફિલ્મની ફી જાણીને તમારા હોશ ઉડી જશે

બોલિવૂડમાં દાયકાઓથી અભિનેત્રી પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકોને દિવાના બનાવી રહી છે. સાથે જ આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં હીરોને અભિનેત્રી કરતા વધારે ફી મળે છે. પરંતુ બોલિવૂડમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે, જેમની ફી કોઈ મોટા હીરોથી ઓછી નથી. તો ચાલો જાણીએ તે સુંદરીઓ વિશે.
 
Kangana Ranaut- બોલિવૂડની ક્વીન કંગના રાનાઉત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા મેળવનારી અભિનેત્રી છે. જોકે તેની અગાઉની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ તેમ છતા તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓની યાદીમાં પ્રથમ નંબરે છે.
Priyanka Chopra- સુત્રોના જણાવ્યા અનુસાર બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડાએ તેની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' (The Sky Is Pink) માટે 12 કરોડ રૂપિયા ફી લીધી હતી.
Katrina Kaif-કેટરીનાએ 'ભારત' અને 'ટાઇગર જિંદા હૈ' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરીને ખુદને સાબિત કરી દીધું છે. સાથે જ તેની ફી વિશે વાત કરો, એવું કહેવામાં આવે છે કે કેટરિના તેની દરેક ફિલ્મ માટે 8 થી 9 કરોડ લે છે.
Alia Bhatt- રિપોર્ટ અનુસાર, હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓની યાદીમાં રહેલી આલિયા ભટ્ટે મેઘના ગુલઝારની ફિલ્મ 'રાઝી' (Razi) માટે 10 કરોડ રૂપિયા ફી લીધી હતી.
Photo : Instagram
Anushka Sharma- ભલે અનુષ્કા શર્મા લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં દેખાઈ ન હોય પણ તેની ફેન ફોલોવિંગમાં કોઈ કમી નથી આવી. સમાચાર મુજબ  અનુષ્કા દરેક ફિલ્મ માટે 6 થી 7 કરોડ લે છે.