પ્રિયંકા ચોપડા પર કપિલે ગુસ્સામાં ફેક્યુ માઈક અને ઈયરફોન !!

મુંબઈ.| Last Modified ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (15:39 IST)


ફેમસ કોમેડિયન કિંગ કપિલ શર્મા અવાર નવાર કંઈક ને કંઈક થયા કરે છે. જે કારણે તે ચર્ચામાં રહે છે. પણ તાજેતરમાં જ તેમનુ એક એવુ રૂપ જોવા મળ્યુ જેને જોઈને બધા હેરાન રહી ગયા.

સમાચાર મુજબ એક એવોર્ડ શો દરમિયાન કપિલ ગુસ્સાથી એવા બોખલાયા કે બધો ગુસ્સો અભિનેત્રી પ્રિયંકા ચોપડા પર કાઢ્યો. બન્યુ એમ કે કપિલ અને પ્રિયંકા એક સાથે કરવાના હતા પણ પીસી 3 કલાક મોડી આવવાને કારણે કપિલ કંટાળી ગયો જ્યારબાદ તે પોતાનુ માઈક પટકીને જતા રહ્યા.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા મેકઅપ રૂમમાં જતી રહી જ્યા તેને 3 કલાક થઈ ગયા અને કપિલ પ્રિયંકાની રાહ જોતા જોતા ક્રોધિત થઈ ગયા. જેવી પ્રિયંકા 3 કલાક પછી સ્ટેજ પર આવી તો તેણે આવતા જ કહ્યુ હુ હજુ પણ તૈયાર નથી. આટલુ કહેવુ હતુ કે કપિલ માઈક અને ઈયરફોન પટકીને જતા રહ્યા. કપિલે જતા જતા એ પણ કહ્યુ કે લેડીઝ લોકોની તો આ જ પ્રોબ્લેમ છે. મેડમ હજુ સુધી તૈયાર નથી.

એવુ કહેવાય છે કે શુ ખબર આ કપિલ શર્માનો પંચ પણ હોઈ શકે છે. જે માટે તે ખૂબ જ જાણીતા છે. સૂત્રોના મુજબ ગયા વર્ષે જુલાઈમાં કંગના રનૌતે પણ કપિલને આ જ રીતે રાહ જોવડાવી હતી. જ્યારે કંગના કોમેડી નાઈટ્સ વિથ કપિલના સેટ પર હતી. કંગનાએ મોડા સુધી કપિલને રાહ જોવડાવી હતી. કદાચ હવે કપિલને અંદાજ આવી ગયો હશે કે રાહ જોવી શુ હોય છે.


આ પણ વાંચો :