શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2017 (10:48 IST)

'Kaun Banega Crorepati" સીઝન-9ને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન  ફરીથી  ટીવી  ટીવી પર કમબેક થશે. એકવાર ફરીથી અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની સિઝન-9 ને હોસ્ટ કરતા જોવા મળશે.થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે શોને મહિલા હોસ્ટ કરશે. જેમા અભિનેત્રી માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સૌથી આગળ હતું. પરંતુ હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે  અમિતાભ બચ્ચન જ આ શોને હોસ્ટ કરશે.
 
કૌન બનેગા કરોડપતિ શોનો ભવ્ય સેટ તૈયાર થઈ રહ્યો છે.‘કૌન બનેગા કરોડપતિ’ ને આ મુકામ પર પહોંચાડવામાં બિગ બીનો અભિનય અને તેમના અવાજનું મહત્વપૂર્ણ યોગદાન છે. જ્યારે આ શો શરૂ થયો હતો ત્યારે રામાયણ અને મહાભારત બાદ એવો પહેલો શો હતો. જેને જોવા માટે દર્શકો પોતાનું કામકાજ છોડીને શો દેખવા બેસી જતા હતાં. આ શોનાં બધા સીઝન ખુબ જ હીટ થયા છે.અમિતાભનો કૌન બનેગા કરોડપતિ શેડ્યૂલ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ચાલશે.