ભૂલ ભૂલૈયા 2માં કાર્તિક સાથે રોમાંસ કરતી જોવા મળશે કિયારા અડવાણી

kartik kiyara
Last Modified બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (12:34 IST)
અક્ષય કુમાર વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' એક મલયાલમ ફિલ્મની રીમેક હતી. આ 2007માં રિલીઝ થઈ હતી અને સુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની સફળતા પછી આ ફિલ્મની સીકવલ બનાવવાની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. તાજેતરમાં જ 'ભૂલ ભૂલૈયા 2'ના નુ પોસ્ટર રીલિઝ થયુ અને આ સાથે જ ચોખવટ થઈ ગઈ કે આર્યન ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. હવે લીડ એક્ટરનો ખુલાસો થયા પછી આજે આ ફિલ્મની લીડ અભિનેત્રીનો પણ ખુલાસો થઈ ગયો છે. સૂત્રોનુ માનીએ તો 'ભૂલ ભૂલૈયા 2'
માં કિયારા અડવાની વિદ્યા બાલનનું સ્થાન લેશે.
kiyara advani
મુંબઈ મિરર રિપોર્ટ મુજબ 'ભૂલ ભૂલૈયા 2'માં કિયારા અડવાણી એક લીડ અભિનેત્રીના રૂપમાં જોવા મળનારી છે.
આ ફિલ્મમાં કિયારા અડવાણી પહેલીવાર કાર્તિક સાથે સ્ક્રીન શેયર કરશે.
એટલુ જ નહી તે આ ફિલ્મમાં કાર્તિક સાથે રોમાંસ પણ કરતી જોવા મળશે. ફિલ્મનુ શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થઈ જશે. હાલ પ્રી પોડક્શન ચાલી રહ્યુ છે. શેડ્યુલની આસપાસ જ રીડિંગ સેશંસ ચાલશે. ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્ય છે અનીસ બઝ્મી અને પ્રોડ્યુસર છે ભૂષણ કુમાર
kiyara advani
ઉલ્લેખનીય છે કે કિયારા હાલ પોતાની કાફી હિટ ફિલ્મો આપી રહી છે. તાજેતરમાં જ કિયારા પહેલીવાર શાહિદ કપૂર સાથે ફિલ્મ કબીર સિંહમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ પછી હવે કિયારા પાસે લગભગ અડધો ડઝન ફિલ્મો છે. તાજેતરમાં જ કિયારાએ પોતાની ફિલ્મ 'ઈદુ કી જવાની' નુ શૂટિગ શરૂ કર્યુ છે. 'ઈંદૂ કી જવાની' પછી કિયારા પાસે અક્ષય સંગ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' અને 'ગુડ ન્યુડ' છે. આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'શેરશાહ'માં જોવા મળશે.

kiyara advani


kiyara advaniઆ પણ વાંચો :