રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (19:02 IST)

સિનેમાઘરોમાં સૌ પહેલા રિલીઝ થશે કિયારા અડવાણીની 'ઈંદુ કી જવાની'

કોરોના વાયરસને કારણે દેશભરના થિયેટરો બંધ છે. આ વાતને  6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે  આ દરમિયાન ઓટીટી પર ફિલ્મો રિલીઝ થઈ હતી, પરંતુ બોલિવૂડ પ્રેમીઓ થિયેટરો ખોલવાની રાહ જોઇ રહ્યા છે.  હવે સરકારે ગાઈડલાઈન મુજબ 15 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે સરકારે કહ્યું છે કે થિયેટરોની કુલ ક્ષમતાના ફક્ત અડધા ભાગના હોલમાં જ પ્રેક્ષકો બેસી શકશે. . હવે સવાલ એ છે કે આટલા લાંબા સમય સુધી સિનેમાઘરો બંધ થયા પછી પ્રથમ કઇ ફિલ્મ રિલીઝ થશે.
 
પિંકવિલાના એક રિપોર્ટ  મુજબ, કિયારા અડવાણીની આગામી ફિલ્મ 'ઈન્દુ કી જવાની'  બોલીવુડની પહેલી ફિલ્મ હશે કે જે  સિનેમાઘરો ખુલશે ત્યારે રજૂ થશે. રિપોર્ટમાં જણાવાયું છે કે ક્રિસ્ટોફર નોલાનની 'ટેનેટ' હોલીવુડની પહેલી ફિલ્મ હશે, જ્યારે કે  તમિલ સુપરસ્ટાર વિજયની ફિલ્મ 'માસ્ટર'  સાઉથની પહેલી ફિલ્મ હશે જે સિનેમાઘર ફરીથી શરૂ થતા સૌથી પહેલા  સિનેમાઘરમાં રિલીઝ થશે.
 
રિપોર્ટ અનુસાર, એક સિનેમાહોલના માલિકે કહ્યું છે કે ફિલ્મ ટેનેટ અને માસ્ટર રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું છે કે નિખિલ અડવાણીએ હજી સુધી ઓનલાઇન પ્લેટફોર્મ પર તેની ફિલ્મ 'ઈન્દુ કી જવાની' ના રાઈટ્સ વેચ્યા નથી.  આવી સ્થિતિમાં નિખિલ કોઈપણ પ્રકારના કરારથી બંધાયેલ નથી. અનલોક 5 માં હવે સિનેમા ખીલ્યા પછી, ચોક્કસપણે એમ માની શકાય છે કે 'ઈંદુ કી જવાની' બોલીવુડની પહેલી ફિલ્મ હશે જે રિલીઝ થશે.
 
થિયેટરના માલિકે એમ પણ કહ્યું છે કે 'ઈન્દુ કી જવાની' ના પ્રદર્શનથી અન્ય નિર્માતાઓને એ પણ જાણવાની તક મળશે કે એકવાર ટોકિઝ ફરી ખુલી જાય છે ત્યારે પ્રેક્ષકોનો કેવો રિસ્પોન્સ મળે છે. ઈન્દુ કી જવાની એક નાના બજેટની ફિલ્મ છે જે પોતાની કિમંત વસૂલી ચુકી છે. તેથી 50% દર્શકોની ક્ષમતાથી  ફિલ્મના પ્રદર્શનમાં વધુ ફરક પડે નહી. ઉલ્લેખનીય છે કે  'ઈંદુ કી જવાની' 5 જૂન, 2020 ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ થિયેટરો બંધ થવાને કારણે તે રજૂ થઈ શકી નહીં.