માર્ગ અકસ્માતમાં શબાના આઝમી ગંભીર રૂપથી ઘાયલ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તેમની કાર ટ્રક સાથે અથડાઈ

મુંબઈ| Last Modified શનિવાર, 18 જાન્યુઆરી 2020 (18:32 IST)
. અભિનેત્રી શબાના આઝમી (69)શનિવારે માર્ગ અકસ્માતમાં થઈ ગઈ. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તેમની કારને એક ટ્રકે ટક્કર મારી દીધી. અભિનેત્રીના માથા પર અને હાથમાં વાગ્યુ છે. જાવેદ અખ્તર પણ કારમાં તેમની સાથે હતા. તેઓ સુરક્ષિત છે.
શબાનાને નેવી મુંબઈના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેમની હાલ તેમને કોઈ જીવનુ જોખમ નથી.

તાજેતરમાં જ શબાનાના પતિ જાવેદ અખ્તરે 17 જાન્યુઆરીએ પોતાનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેમણે પોતાના બર્થ ડે ને ખાસ રીતે એન્જોય કર્યો હતો. તેમણે બે પાર્ટી હોસ્ટ કરી હતી. એક પાર્ટી 16 જાન્યુઆરીની રાતે અને બીજી 17 જાન્યુઆરીની રાતે આયોજિત કરવામાં આવી હતી. પહેલી પાર્ટીમાં તેમણે જૂના જમાનાને યાદ કરતાં રેટ્રો થીમ પાર્ટી થ્રો કરી.. બીજી પાર્ટી તેમણે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ તાજ લેંડ્સ એંડમાં આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડની મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.
આ દરમિયાન ફિલ્મ જગતના મોટા સિતારાઓ સામેલ થયાં હતા. તેમાં રેખા, ઋચા ચડ્ડા, અલી ફઝલ, રોનિત રૉય, સતીષ કોશિક સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. પાર્ટીની થીમ રેટ્રો રાખવામાં આવી હતી. આ દરમિયાન તમામ સેલેબ્સ રેટ્રો લુકમાં નજરે આવ્યા હતા. ફરહાન અખ્તર પણ પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયો હતો. ફરહાન અમિતાભ બચ્ચનના લુકમાં નજરે આવ્યો


આ પણ વાંચો :