RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ
manoj kumar image source_X
RIP Manoj Kumar જાણીતા અભિનેતા મનોજ કુમારનુ મુંબઈમાં નિધન થઈ ગયુ છે. તેમણે 87 વર્ષની વયે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કાલે બપોરે 12 વાગે મનોજ કુમારના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનમાં કરવામાં આવશે. મનોજ કુમાર એ દિગ્ગજ હીરો રહ્યા છે જેમણે હિન્દી સિનેમને અનેક રત્ન આપ્યા અને હંમેશા પોતાન સિદ્ધાતો પર અડગ રહ્યા. તેમણે પડદા પર અનેક શ્રેષ્ઠતમ પાત્રો ભજવ્યા. પોતાની ફિલ્મો દ્વારા મનોજ કુમારે લોકોમાં દેશભક્તિની ભાવના જગાવી અને તેઓ દેશભક્તિવાળી ફિલ્મો બનાવનારા બોલીવુડના પહેલા અભિનેતા બન્યા.
દેશભક્તિ ફિલ્મો માટે ભારત કુમારના નામથી ફેમસ મનોજ કુમારના નિધનથી બોલીવુડ શોકમાં ડૂબી ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોસ્ટ કરીને લખ્યુ છે કે મનોજ કુમાર ભારતીય સિનેમાના પ્રતિક હતા.
મનોજકુમારે કેમ બદલ્યુ પોતાનુ નામ ?
મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937માં પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાનથી દિલ્હી આવી ગયો. તેમનો આખો પરિવાર ઘણા દિવસો સુધી ભારતના રિફ્યુજી કૈપોમાં દિવસ વિતાવવા મજબૂર થયો. આ દરમિયાન તેમનો નાનો ભાઈ પણ મૃત્યુ પામ્યો. પણ મોટા થઈને આ દંશ અને પીડાને એ યુવકે એ દર્દને દેશભક્તિ ફિલ્મોમાં એવો ઢાળ્યો કે લોકો અસલી નામ પણ ભૂલી ગયા. તેમનુ અસલી નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે પણ તેઓ ફિલ્મોના એટલા શોખીન હતા કે દિલીપ કુમારની ફિલ્મ શબનમ પછી તેમણે પોતાનુ નામ મનોજ કુમાર રાખી લીધુ. તેમણે દિલીપ કુમારના નામથી પ્રભાવિત થઈને પોતાનુ નામ રાખ્યુ હતુ. ત્યારબાદ તેમણે ફિલ્મીદુનિયામાં આવવાનો નિર્ણય લીધો.
કેવી રીતે થયુ મનોજકુમારનુ નિધન ?
ખરેખર, મનોજ કુમાર ઘણા વૃદ્ધ હતા. આજે, જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે તેમની ઉંમર ૮૭ વર્ષની હતી. સ્વાસ્થ્યના મુદ્દા પર પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમનું મૃત્યુ થયું. મનોજ કુમાર લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગથી દૂર હતા અને તેમના છેલ્લા દિવસોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
ભારતીય સિનેમાને આપી નવી દિશા
ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે ફેંસ તેમને ભારત કુમાર કહેતા હતા. મનોજ કુમારને પદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1957 માં ફિલ્મી કરિયર શરૂ કરનાર મનોજ કુમાર 1956 માં રાતોરાત સ્ટાર બની ગયા જ્યારે ફિલ્મ શહીદમાં ભગત સિંહની ભૂમિકાની દરેક જગ્યાએ પ્રશંસા થઈ. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ઉપકાર ફિલ્મનું તેમનું ગીત 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે' અને ફિલ્મ ક્રાંતિનું ગીત 'ઝિંદગી કી ના તુટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી' આજે પણ દરેકના હોઠ પર છે.