રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (15:12 IST)

તો.. ગુજરાતી ફિલ્મમાં નાસીરૂદ્દીન શાહ અભિનય કરશે

ગુજરાતી ફિલ્મોમાં બોલિવૂડના અનેક કલાકારોએ અભિનય કર્યો છે. જેમ કે ટીકુ તલસાણિયા, અરૂણા ઈરાની, અમર ઉપાધ્યાય. હવે એક એવી વાત જાણવા મળી છે કે અભિનયના બેતાજ બાદશાહ નાસિરૂદ્દિન શાહ હવે ગુજરાતી ફિલ્મમાં કામ કરી શકે છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ફસાઈ ગયો નેતા નામની ફિલ્મના નિર્માતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ ફિલ્મમાં કામ કરવાની વાત કરી હતી. પરંતુ નાસિરૂદ્દીન શાહે તેમને આ બાબતે સારો પ્રત્યુત્તર પણ આપ્યો હતો પણ તેઓ આ ફિલ્મમાં ચોકક્સ કામ કરશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટ થયું નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં આ ફિલ્મમાં નાસિરૂદ્દિન શાહ જોવા મળશે. ફસાઈ ગયો નેતા ફિલ્મ હાલ ફ્લોર પર જવાની તૈયારી કરી રહી છે. ત્યારે તેનું કાસ્ટીંગ પણ થઈ ગયું છે. હવે ખરેખર રાહ માત્ર નાસિરૂદ્દિન શાહની જોવાઈ રહી છે.