મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (15:22 IST)

Parineeti Chopra Birthday: પરિણિતીને સેફ અલી ખાન પ્રત્યે છે પ્રેમ, કરીના પણ જાણે છે આ વાત

Parineeti Chopra Birthday
પરિણીતી ચોપડાએ બોલિવૂડમાં પોતાનું આગવુ સ્થાન બનાવ્યું છે.  દેશભરમાં તેના પ્રબળ ચાહક છે. પરિણીતી ચોપડાની લવ લાઇફ વિશે કોઈ જાણતું નથી પરંતુ  એક અભિનેતા છે જેને તે ખૂબ જ પસંદ કરે છે. હા, પરિણીતી સૈફને ખૂબ ચાહે છે અને તેણે કરીનાને તેના વિશે બતાવી દીધુ છે . આજે (22 ઓક્ટોબર) તેનો જન્મદિવસ છે. આ પ્રસંગે,  આપણે જાણીએ આ કિસ્સા પાછળની સ્ટોરી.. .
 
પરિણીતેએ કરી હતી સૈફને કિડનૈપ કરવાની વાત 
 
પરિણીતી ગયા વર્ષે 'કપિલ શર્મા' ના શોમાં તેની ફિલ્મ 'જબરીયા જોડી' પર આ વાત કરી હતી. આ ફિલ્મમાં તે એક દમદાર છોકરી બની હતી અને તે  સિદ્ધાર્થ મલ્હોત્રાને અપહરણ કરી તેની સાથે બળજબરીથી લગ્ન કરવાનો પ્લાન બનાવે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું વાસ્તવિક જીવનમાં કોઈ એવું છે કે જેનુ તે અપહરણ કરવા માંગશે? પરિણીતીએ આ અંગે જવાબ આપ્યો - સૈફ અલી ખાન.
 
કરીનાને પરિણીતિ બતાવી ચુકી છે પોતાના દિલની વાત 
પરિણીતીએ કહ્યું કે તે સૈફ અલી ખાનને પ્રેમ કરે છે અને તે વિશે કરીના કપૂરને બતાવી ચુકી છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે તેણે આ પ્રેમને દૂરથી જાળવી રાખ્યો છે.
 
2014માં કરી ચુકી છે સૈફ સાથે ફિલ્મનું શૂટિંગ 
 
સૂત્રો મુજબ અનુસાર, પરિણીતી 2014 માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફની નિકટ આવી હતી. આ ફિલ્મનું સૈફ ના જ પ્રોડક્શનમાં બની રહી હતી.  જોકે આ પ્રોજેક્ટ ફાઈનલ ન થઈ શક્યો. 
 
આ ફિલ્મોમાં જોવા મળશે પરિણીતી ચોપડા 
વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો પરિણીતી 'ધ ગર્લ ઇન ટ્રેન'ના એક ઓફિશિયલ હિન્દી રિમેકમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે સાયના નેહવાલની બાયોપિક પણ છે. આમાં તે લીડ રોલમાં છે