1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2023 (16:29 IST)

લોકલાગણીને માન આપીને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 'ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશન'ની પુનઃ પ્રસ્તુતિ

Nita Ambani Cultural Centre
Nita Ambani Cultural Centre
પ્રારંભિક શૉને મળેલી અદભુત સફળતા બાદ ભારતની સૌથી મોટી નાટ્ય પ્રસ્તુતિ 21 સપ્ટેમ્બર 2023થી 'ધ ગ્રાન્ડ થિયેટર'માં શરૂ
 
The Great Indian Musical: Civilization to Nation -  નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 31મી માર્ચે ધ ગ્રાન્ડ થિયેટરનો પ્રારંભ થયા બાદ અત્યાર સુધીમાં મુંબઈ અને ભારતના અનેક નાટ્યપ્રયોગોની પ્રસ્તુતિ સાથે નવું સીમાચિહ્ન સ્થાપિત થયું છે. આજ સુધીમાં બ્રોડવેના અદભુત નાટ્યસંગીત 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક', અદ્વિતીય બ્રોડવૅ ક્લાસિક 'વેસ્ટ સાઇડ સ્ટોરી' તથા પ્રાદેશિક નાટકો - 'ચારચૌઘી' અને 'માધુરી દીક્ષિત'ની અને તાજેતરમાં સંગીતમઢ્યા કાર્યક્રમ 'સોના તરાશા'ની રજૂઆત થઈ ચૂકી છે. કલ્ચરલ સેન્ટરમાં કરાયેલી અનેક વિશેષ પ્રસ્તુતિમાં એનો પ્રારંભિક શૉ અને ભારતની સૌથી મોટી નાટ્યનિર્મિતી 'ધ ગ્રાન્ડ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નૅશન'નો યાદગાર પ્રયોગ સામેલ છે.

 
'ધ ગ્રાન્ડ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નૅશન'નું દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું છે. ભારતથી પ્રેરિત અને ભારતીયતાની ભાવના દર્શાવતા આ પ્રયોગમાં દેશના સમૃદ્ધ કલાત્મક ખજાનાનો પરિચય કરાવવામાં આવ્યો છે. એમાં દર્શકોને દેશના અલગ અલગ સમયગાળાના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે.
 
વિશાળ પાયા પર પ્રસ્તુત કરાયેલા પ્રારંભિક પ્રયોગોનો અંદાજે 38,000 દર્શકોએ આનંદ માણ્યો હતો. દર વખતે બધી જ ટિકિટોનું વેચાણ થઈ ગયું હતું. દર્શકોએ આ પ્રયોગોને વૈશ્વિક કક્ષાના અને ભારતમાં અદ્વિતીય ગણાવ્યા છે. દરેક ભારતીયે જોવા જેવો શૉ હોવાનો લોકોનો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.
 
દેશ-વિદેશના દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવ્યા બાદ અને તેની ફરીથી પ્રસ્તુતિ કરવામાં આવે એવી લોકલાગણીને માન આપીને 'ધ ગ્રાન્ડ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નૅશન'ના વધુ પ્રયોગો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના 2,000 બેઠકોની વ્યવસ્થા ધરાવતા ધ ગ્રાન્ડ થિયેટરમાં 21મી સપ્ટેમ્બર, 2023થી શરૂ થવાના છે.
આ પ્રસ્તુતિ બાબતે  એનએમએસીસીનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું છેઃ “ધ ગ્રાન્ડ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નૅશન'ની પુનઃ પ્રસ્તુતિની જાહેરાત કરતાં હું ખૂબ જ હર્ષ અને ગૌરવ અનુભવી રહી છું. ભારતની ઉત્તમ કૃતિઓ વિશ્વને દર્શાવવાની સફરમાં અમે પ્રથમ પગલા તરીકે આ પ્રયોગ પ્રસ્તુત કર્યો હતો. ફરી વાર એના પ્રયોગો કરવા માટેની વિનંતી મોટા પ્રમાણમાં લોકોએ કરી છે અને એને પાછા લાવી શક્યાનો અમને આનંદ છે. દર્શકોએ દરેક શૉ બાદ આપેલી ચાહના