મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)

ગોલમાલ અગેઈન - એક મહિનો એડવાન્સ ટિકીટ બૂકિંગ કરનારી પ્રથમ ફિલ્મ

અજય દેવગણ, અરશદ વારસી, તૂષાર કપૂર જેવા અભિનેતાઓએ ગોલમાલ સિરિઝની ફિલ્મોમાં કામ કર્યું, રોહિત શેટ્ટીની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર જામી ગઈ અને દર્શકોને કોમેડીની સાથે અદભૂત મનોરંજન પણ મળ્યું. હવે ગોલમાલ સિરિઝની એક અન્ય ફિલ્મ 20 ઓક્ટોબર દિવાળીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને લોન્ચ થયાના 24 કલાકમાંતો 20 મિલિયન કરતાં પણ વધુ લોકોએ તેને જોઈ લીધું હતું. લોકોએ ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટ્રેલરને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. હવે આ ફિલ્મ ઐતિહાસિક બનવા જઈ રહી છે. કારણ કે આ ફિલ્મના આ નિર્માતાઓએ હવે ફિલ્મ રિલિઝ થયાના એક મહિના અગાઉ તેનું ટિકીટ બુકિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જેથી ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં આ પ્રકારે ગોલમાલ અગેઈન ફર્સ્ટ ઈન્ડિયન મુવી બની જશે. આ ફિલ્મ 20 ઓક્ટોબર દિવાળીના દિવસે રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ પણ દર્શકોને અગાઉથી બુકીગ કરીને ફિલ્મ જોવાની સલાહ આપી છે.




kk