મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (21:24 IST)

વિક્રમ વેઘા થી Saif Ali Khan નુ ફર્સ્ટ લુક જોઈને Kareena થઈ દિવાની, બોલી - પતિ પહેલા કરતા વધુ હોટ

વિક્રમ વેધા(Vikram Vedha)ફિલ્મના ફેંસ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન(Saif Ali Khan) અને રિતિક રોશન (Hrithik Roshan)પહેલીવાર સાથે કામ કરતા જોવા મળશે. હવે આ ફિલ્મના વિક્રમ એટલે કે સૈફનો ફર્સ્ટ લૂક (Saif Ali Khan as Vikram)સામે આવ્યો છે. રિતિકે પોતે તેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેણે તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ લખ્યો છે.  બીજી બાજુ સૈફની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેના પતિનો લુક જોઈને પાગલ થઈ ગઈ છે અને તેણે તેને પહેલા કરતા વધુ હોટ બતાવ્યો છે.

 
રિતિક રોશને ઈન્સ્ટાગ્રામ પર સૈફ અલી ખાનનો 'વિક્રમ વેધા'માંનો  ફર્સ્ટ લૂક શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'વિક્રમ'. આ સાથે, તેણે એમ પણ લખ્યું છે કે, 'એક મહાન અભિનેતા અને સાથીદાર સાથે કામ કરવું, જેની મેં વર્ષોથી પ્રશંસા કરી છે, તે એક એવો અનુભવ છે જે મને યાદ રહેશે. રાહ નથી જોવાતી. 
 
બીજી બાજુ કરીના કપૂર ખાને પણ સૈફ અલી ખાનનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, 'પતિ પહેલા કરતાં વધુ હોટ. હુ હવે રાહ નથી જોઈ શકતી'
કરીનાએ એ પણ માહિતી આપી છે કે આ 'વિક્રમ વેધા' ફિલ્મ વિશ્વભરમાં 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. માહિતી અનુસાર, 'વિક્રમ વેધ' પ્રખ્યાત પૌરાણિક કથા 'વિક્રમ અને બેતાલ' પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન કોપની ભૂમિકામાં છે, જ્યારે રિતિક રોશન ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે
 
આ પહેલા રિતિકે 10 જાન્યુઆરીએ તેના જન્મદિવસ પર તેનો એટલે કે વેધાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. રિતિકની મોટી થઈ ગયેલી દાઢી, લાંબા વાળ અને લોહીથી લથબથ દેખાવ ચાહકોને પસંદ આવ્યો હતો.
 
આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી તમિલ સુપરહિટ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિન્દી રિમેક છે. તેમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા. દિગ્દર્શક પુષ્કર-ગાયત્રીએ તે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું અને તેની હિન્દી રિમેકનું પણ નિર્દેશન કર્યું હતું.
 
કહેવામાં આવી રહ્યું છે કે સૈફ અને રિતિક સિવાય રાધિકા આપ્ટે, ​​રોહિત સરાફ અને શારીબ હાશ્મી પણ તેમાં હશે.