ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2023 (17:05 IST)

Salman Khan એ છોકરીઓના 'ડીપ-નેકલાઇન' રૂલ પર તોડ્યું મૌન, કહ્યું- 'તેઓ જેટલી વધુ ઢંકાયેલી હશે તેટલી વધુ...

Salman Khan On No-Low Neckline: બોલિવૂડનો દબંગ એટલે કે સલમાન ખાન (Salman Khan) કિસી કા ભાઈ કિસી કી જાનની મલ્ટિસ્ટારર ફિલ્મ(Kisi Ka Bhai Kisi Ki Jaan) દ્વારા  ડેબ્યુ  કરનારી પલક તિવારીએ  (Palak Tiwari)થોડા સમય પહેલા એક નિવેદન આપ્યું હતું જેની ખૂબ ચર્ચા થઈ હતી. પલકે ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનની ફિલ્મના સેટ પર છોકરીઓને ડીપ નેકલાઇન પહેરવા પર પ્રતિબંધ છે. આ નિવેદનને કારણે સલમાન ખાન પણ વિવાદોમાં સપડાયો હતો. હવે સલ્લુ મિયાંએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
 
લો-નેકલાઈન વિવાદ પર શું બોલ્યા સલમાન ખાન ?  
ભલે પલક તિવારીએ સલમાન ખાન વિશેના પોતાના નિવેદન પરથી પલટી ગઈ હોય, પરંતુ સલમાન ખાનના તાજેતરના ઇન્ટરવ્યુ પરથી તે અનુમાન લગાવી શકાય છે કે ભાઈજાનને  ખરેખર છોકરીઓનાં  ડીપ-નેકલાઇન ડ્રેસ પસંદ નથી કરતા. ઈન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં સલમાન ખાને કહ્યું, “મને લાગે છે કે મહિલાઓના શરીર ખૂબ કિંમતી હોય છે. તેઓ જેટલી વધુ ઢંકાયેલી રહેશે, મને લાગે છે કે તેટલુ વધુ સારું છે."
 
સલમાને મહિલાઓ સાથે રીલેટેડ કરી આ વાત 
 
જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તે ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના ગીત 'ઓ ઓ જાને જાના'માં શર્ટલેસ દેખાયો હતો. તેના પર અભિનેતાએ કહ્યું, “તે સમયે હું સ્વિમિંગ ટ્રંકમાં હતો અને તે સમયે વસ્તુઓ અલગ હતી અને આજકાલ વાતાવરણ થોડું અલગ છે. આ છોકરાઓનું ચક્કર છે. છોકરાઓ છોકરીઓને જે રીતે જુએ છે, જેમ કે તમારી બહેનો, તમારી પત્ની અને તમારી માતા... મને તે પસંદ નથી. હું નથી ઈચ્છતો કે તેઓ આવું અપમાન સહન કરે."