સલમાન ખાને પોતાની તુલના બળાત્કાર પીડિત મહિલા સાથે કરી, મચી બબાલ
સુપરસ્ટાર સલમાન ખાનના એક ઈંટરવ્યુ પર વિવાદ થઈ રહ્યો છે. બોલીવુડની ઈક લીડિંગ વેબસાઈટને આપેલ ઈંટરવ્યુમાં સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ 'સુલ્તાન'ને લઈને એવુ નિવેદન આપ્યુ છે જેના પર સોમાવાર સાંજથી જ ખૂબ બવાલ મચી છે અને તેને દબંગ સ્ટારની જોરદાર આલોચના થઈ રહી છે.
સલમાન ખાને કહ્યુ છે કે સુલ્તાનના શૂટિંગ પછી તે પોતે બળાત્કારની શિકાર થયેલ મહિલા જેવુ મહેસૂસ કરતા હતા. વેબસાઈટ સ્પોટબોય.કોમના મુજબ સલમાને કહ્યુ કે, "જ્યારે હું શૂટિંગ પછી રિંગમાંથી બહાર આવતો હતો તો ત્યારે ખુદને રેપની શિકાર મહિલા જેવુ અનુભવતો હતો... હુ સીધો ચાલી પણ શકતો નહોતો."
જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યુ કે 'સુલ્તાન' માં પહેલવાનના પાત્રને કરવો કેટલો મુશ્કેલ હતો ? જેના પર તેનો જવાબ હતો, "શૂટિંગ દરમિયાન એ 6 કલાકમાં ઉઠાવવાનુ કામ ખૂબ કરવુ પડતુ હતુ, જે મારે માટે ખૂબ મુશ્કેલ હતુ. કારણ કે હુ કોઈને ઉઠાવી રહ્યો છુ, તો 120 કિલોના વ્યક્તિને 10 વાર 10 એંગલથી ઉઠાવવો પડતો હતો, પછી જમીન પર ફેંકવો પડતો હતો. હકીકતમાં રિંગમાં આવુ નથી હોતુ. જ્યારે શૂટ પછી રિંગમાંથી બહાર જતો હતો તો રેપ્ડ મહિલા જેવુ અનુભવતો હતો. હુ સીધો ચાલી નહોતો શકતો. હુ જમતો અને ફરી ટ્રેનિંગ માટે ચાલ્યો જતો. આ પ્રકિયા સતત ચાલતી રહી."
સોશિયલ મીડિયા પર સલમાનના આ નિવેદનને લઈને ખૂબ આલોચના થઈ રહી છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સમાજ સેવિકા કવિતા કૃષ્ણનનું કહેવુ છે કે આ ફક્ત સલમાનની અસંવેદનશીલતા પર ચર્ચા ન થવી જોઈએ. આ પ્રકારના વિચાર પર ચર્ચા થવી જોઈએ. મોટાભાગે બળાત્કારની તુલના અનેક વસ્તુઓ સાથે કરી દેવામાં આવે છે. કૃષ્ણને કહ્યુ, 'જ્યારે સલમાન કહે છે તો ચર્ચા થાય છે. તેના પર ચર્ચા કરો પણ ફક્ત સલમાન પર નહી. આ દાયરાને વધારવુ જોઈએ. ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં પણ બળાત્કારને લઈને મજાક ઉડાવી હતી. ફેમિલી ફિલ્મના રૂપમાં સૌએ એંજોય કરી. તેની ખૂબ પ્રશંસા થઈ રહી હતી. તો કોઈ એક પર ચર્ચા કરવાને બદલે આપણી વચ્ચે જે સંસ્કૃતિ છે તેના પર ચર્ચા થવી જોઈએ. બની શકે કે આપણે પણ આના ભાગીદાર હોય. જો આપણે આના પર વિચાર ન કર્યો તો બે દિવસ સુધી સલમાનના નિવેદન પર હંગામો થશે અને પછી બધા ચૂપ થઈ જશે અને આ પ્રકારની મજાક ચાલુ રહેશે.'
ત્યારબાદ હવે પ્રશ્ન એ છે કે શુ મહિલાઓના અપમાન માટે સલમાન ફી માંગશે ? બીજો સવાલ એ છે કે રેપ જેવા મામલા પર સંવેદનહીન નિવેદન કેમ ? ત્રીજો સવાલ એ છે કે શુ બોલીવુડ ઈંડસ્ટ્રી આ નિવેદન પર સ્ટેંડ લેશે ?