શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 30 જૂન 2021 (09:57 IST)

સનમ પુરી બેંડ - પુરીને બાળપણથી સંગીતનો શોખ તેમના માતા પિતાએ અપાવયું

Photo : Instagram
સનમ પુરી  જન્મ 30 જૂન 1992 એક ભારતીય ગીતકાર અને સંગીત બેંડ "સનમ"ના મુખ્ય ગાયક છે. તેનો જન્મ દિલ્લીમાં થયો હતો. તે દિલ્લી વિશ્વવિદ્યાલયના કિરોડી મલ કૉલેજમાં વિદ્યાર્થી રહ્યા પણ તેમના અભ્યાસ પૂર્ણ નહી કરી શક્યા. પુરીને બાળપણથી સંગીતનો શોખ તેમના માતા પિતાએ અપાવયું. પુરીએ બૉલીવુડ માટે પણ ઘણા ગીતો ગાયા છે. 
 
2003 માં, વેન્કી અને સમર ઈન્ડિયન સ્કૂલ, મસ્કત માં બેચમેટ હતા, બંનેએ ગિટાર વગાડ્યું અને બેન્ડ શરૂ કરવાની યોજના બનાવી હતી. જેથી તેઓ સમરના નાના ભાઈ, સનમ પુરીને ગાયક તરીકે જોડાવા માટે બેન્ડમાં લઈ ગયા. શાળા પૂર્ણ થયા પછી, તેઓ બધા કોલેજ માટે ભારત ગયા. સનમ અને સમર દિલ્હી ચાલ્યા ગયા અને ત્યાં કોલેજના રોક સર્કિટમાં સામેલ થયા. સનમ પુરીએ તેની ગાયકી માટે પુરસ્કારો જીતવાની શરૂઆત કરી અને સમર પુરીએ ગીતો લખવાનું શરૂ કર્યું.
 
આ સુપરહિટ અલ્બમ ગીતો - પહલા નશા, કુછ ના કહો, યે રાતેં યે મૌસમ, કોરા કાગઝ, એક લડકી કો દેખા તો, ઓ મેરે દિલ કે ચેન, રૂપ તેરા મસ્તાના, હૈ અપના દિલ તો આવરા, આપકી નજરોને સમજા, લગ જા ગલે.