શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (21:47 IST)

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં થયો ઝગડો

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં સ્મશાનમાં અંદર જવાને લઈને અભિનેત્રી સંભાવના સેઠ અને તેમના પતિ અવિનાશ દ્વિવેદીનો પોલીસ સાથે ઝગડો થઈ ગયો. એવુ બતાવાય રહ્યુ છે કે પોલીસ બંનેને રોકી રહી હતી. જેના પર પોલીસ કર્મચારીઓ અને અવિનાશ વચ્ચે ખૂબ વિવાદ થયો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ પોલીસ કર્મચારીઓએ અવિનાશને થપ્પડ મારી. જો કે પછી મામલો શાંત થઈ ગયો. ત્યારબાદ સંભાવના અને અવિનાશને અંદર જવા દેવામાં આવ્યા. 
 
ગુસ્સામાં ભડકી ગઈ હતી સંભાવના 

સ્મશાનમાં થયેલ વિવાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે સ્મશાન ઘાટની અંદર ઉભેલી પોલીસ અભિનેત્રીના પતિ સાથે ધક્કા-મુક્કી કરી રહી છે. ત્યારબાદ અભિનેત્રી ખૂબ જોર જોરથી ચીસો પાડી રહી છે. આ દરમિયાન અવિનાશ અને સંભાવના પોલીસ પર ગુસ્સો કરતા દેખાયા. 
 
ગેરસમજનો શિકાર થયા સંભાવનાના પતિ 
 
ઉલ્લેખનીય છે કે બન્યુ એવુ કે અભિનેત્રીના પતિ અવિનાશ રંગીન કપડામાં હતા અને તેમના હાથમાં મોબાઈલ હતો. આ જોઈને પોલીસે લાગ્યુ કે તે કોઈ મીડિયા કર્મચારી છે. ત્યારબાદ અવિનાશનો પોલીસ સાથે વિવાદ થયો અને થોડીવારમાં વાત ધક્કા-મુક્કી સુધી પહોંચી ગઈ. વીડિયોમાં સંભાવનાને એવુ કહેતા સાંભળી શકાય છે કે એક પોલીસ કર્મચારી તેમના પતિને થપ્પડ મારી છે. આ દરમિયાન ત્યા હાજર એક વ્યક્તિ અઅવે છે જે સંભાવના શેઠને હાથ જોડીને શાંત રહેવા અને સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે જવાનુ કહે છે