શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 17 જૂન 2017 (12:58 IST)

BROTHERHOOD: જ્યારે 'મન્નત' સામે જઈને સલમાને બૂમ પાડી... શાહરૂખ ખાન... જુઓ COOL VIDEO

બોલીવુડ દબંગ સલમાન ખાને તાજેતરમાં જ બીઈંગ હ્યુમનની ઈ-સાઈકલ લોન્ચ કરી છે. જેને લઈને સલમાન હાલ ખૂબ સાઈકલિંગ કરી રહ્યા છે.  સલમાન એક વાર ફરી સાઈકલ લઈને મુંબઈના રસ્સ્તા પર નીકળ્યા અને આ વખતે સલમાનનો એક નવો ફની અંદાજ જોવા મળ્યો. 
 
સલમન જ્યારે રસ્તા પર નીકળ્યા તો એક બાજુ મુંબઈના લોકોએ તેમને ભાઈજાન-ભાઈજાન કરીને ચિયર કર્યુ. તો બીજી બાજુ સલમન જ્યારે બોલીવુડ કિંગ અને પોતાના જિગરી દોસ્ત શાહરૂખ ખાનના બંગલા સામેથી પસાર થઈ રહ્યા હતા ઓ તેમને એક ફૈનના રૂપમાં 'શાહરૂખ ખાન....' કહીને ચીસ પાડી. સલમાને પોતાનો આ ફની વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સલમાને આ પહેલા ઈ-સાઈકલ લૉંચ કરતા ટ્વિટર પર એક તસ્વીર શેયર કરી હતી. જેમા તેઓ સાઈકલ પર સવાર જોવા મળી રહ્યા હતા.  તસ્વીર સાથે સલમાને લખ્યુ હતુ. 'કમિંગ ઈ-સૂન. આ તસ્વીર 4 જૂનના રોજ શેયર કરવામાં આવી હતી. ત્યારબાદ 5 જૂનના રોજ તેમણે એક વીડિયો શેયર કર્યો. આ વીડિયોમાં તેઓ બીઈંગ હ્યૂમનને ઈ-સાઈકલનો આનંદ ઉઠાવતા બતાવ્યા હતા. 
 
વીડિયોમાં સલમાનના નાના ભાઈ સોહેલ ખાન પણ સાઈકલ પર સવાર જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતમાં સલમાન ખાન સાઈકલની ખૂબીઓ બતાવી રહ્યા છે. 

'મન્નત'  સામે જઈને સલમાને બૂમ પાડી શાહરૂખ ખાન.... જુઓ વીડિયો