રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 18 એપ્રિલ 2017 (11:45 IST)

સની લિયોનીના કંડોમ જાહેરાતનો મહિલાઓ કેમ કરી રહી છે વિરોધ

એક્ટ્રેસ સની લિયોની માટે એક નવી મુસીબત ઉભી થઈ ગઈ છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા(એ)ની મહિલા શાખાએ સોમવારે બોલીવુડ અભિનેત્રી સની લિયોન દ્વારા કંડોમ બ્રાંડના પ્રચાર કરનારી જાહેરાતને લઈને વિરોધ બતાવ્યો છે. તેમણે આ જાહેરાતને બતાવવા પર રોકની માંગ કરી છે. સની લિયોન પોર્ન ફિલ્મોની અભિનેત્રી રહી ચુકે છે. આરબીઆઈ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી છે. મહિલા શાખાની સચિવ શીલા ગાંગુર્દેએ ન્યૂઝ એજંસીને જણાવ્યુ કે જાહેરાત જોઈને બધી મહિલા દર્શકો ખૂબ શરમ અનુભવે છે. આ એક ગંદુ દ્રશ્ય છે અને ખૂબ જુદો સંદેશ આપે છે.'
 
તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે વિવિધ ટીવી ચેનલો પર બતાવવામાં આવેલ આ પ્રકારની જાહેરાતોથી ઘરેલુ મહિલાઓ જેવી કે મા બહેન પત્ની કે પુત્રી માટે અસહજ સ્થિતિ ઉભી કરે દે છે.  તે પરિવાર સાથે બેસીને ટીવી નથી જોઈ શકતી. મહિલા દર્શકો મહિલા કાર્યકર્તાઓ અને અન્ય મહિલાઓ તરફથી ફરિયાદ મળી છે કે આવી જાહેરાતો જોઈને તેઓ શરમ અનુભવે છે તેથી કંડોમ તેમજ ગર્ભનિરોધક ગોળીઓની જાહેરાતો પર રોક લાગવી જોઈએ. 
 
તેમણે કહ્યુ કે અભિનેત્રી જાહેરાતમાં ખૂબ જ વાહિયાત રીતે પુરૂષને કંડોમનો ઉપયોગ કરવા માટે ઉત્તેજીત કરે છે. ગાંગુર્દેનુ કહેવુ છે કે ભારત પ્રગતિશીલ છે પણ તેનો મતલબ એ નથી કે અશ્લીલ જાહેરાત બતાડવામાં આવે અને પરિવારના લોકો તેને જુએ. પાર્ટીએ સરકારને સની લિયોનની જાહેરાત પર રોક લગાવવા માટે એક અઠવાડિયોનો સમય આપ્યો છે અને આવુ ન કરતા આંદોલન કરવાની ચીમકી આપી છે.