અભિષેકે કરી ચોખવટ, સલમાન-એશ્વર્યાની આ ફિલ્મ છે તેમની ફેવરિટ

abhishek
Last Updated: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (15:09 IST)

સલમાન ખાન અને એશ્વર્યા રાયની જોડીના લાખો દિવાના છે. બંને સાથે ભલે વધુ ફિલ્મો ન કરી શક્યા હોય પણ છતા પણ તેમના દિવાના ઓછા નથી અને તેમા ફક્ત સલમાન-એશના ફેંસ જ નહી પણ એશ્વર્યાના પતિ પણ તેમની એક ફિલ્મના ફેન છે. જી હા અભિષેકે આ ખુલાસો પોતે કર્યો છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મ બોલીવુડની હિટ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના ગીત પાત્ર સ્ટોરી અને સલમાન-એશ્વર્યાની કેમિસ્ટ્રીએ સિનેમા પર ખૂબ ધમાલ મચાવી હતી.
ફિલ્મ હજુ સુધી લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અભિષેક બચ્ચને એક ચેટ શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો કે એશ્વર્યાની બધી ફિલ્મોમાંથી હમ દિલ દે ચુકે સનમ તેમની પસંદગીની ફિલ્મોમાંથી એક છે.

આ દરમિયાન અભિષેકે જણાવ્યુ કે કેવા તેમણે એશની આ ફિલ્મ વારેઘડીએ જોઈ છે.
અભિષેકે જણાવ્યુ કે તેમણે એશની ફિલ્મ જોધા-અકબર, ગુરૂ અને રેનકોટ પણ પસંદ છે.
એટલુ જ નહી તેમણે જણાવ્યુ કે પિતા અમિતાભ અને મા જયાની ફિલ્મ અભિમાન પણ તેમની પસંદગીની ફિલ્મોમાંથી એક છે.

ચેટ શો માં પહોંચેલ અભિષેકે જણાવ્યુ કે તેમની પુત્રી આરાધ્યાએ બોલીવુડની કંઈ ફિલ્મ પહેલા જોઈ હતી. તેમણે જણાવ્યુ કે આરાધ્યને ફિલ્મ બતાવતા પહેલા તેમણે એશ સાથે ચર્ચા કરી હતી. બંનેના નિર્ણય પછી તેમણે આરાધ્યાને એશની ફિલ્મ ફન્ને ખાં બતાવી. એશ્વર્યાની આ પ્રથમ ફિલ્મ હતી જે આરાધ્યાએ જોઈ હતી. આ પહેલા તેણે કોઈ ફિલ્મ જોઈ નથી.
ફન્ને ખાને પસંદ કરવા પાછળનુ એક કારણ હતુ કે ફિલ્મમાં બતાવેલ મેસેજને આરાધ્યા સુધી પહોંચાડવો. ફિલ્મમાં બતાવેલ મેસેજ દ્વારા તે સમજશે કે ટેલેંટ માટે તમારે કોઈ વિશેષ દેખાવવાની જરૂર નથી.


આ પણ વાંચો :