રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 7 એપ્રિલ 2023 (13:06 IST)

કિંગ ખાન અને વિરાટનો ડાંસ Video - વિરાટ કોહલીએ KKR સામે હાર્યા બાદ શાહરૂખ ખાન પાસેથી શીખ્યો ડાંસ

virat shahrukh dance
આઈપીએલમાં હંમેશાથી જ ગ્લેમરનુ આકર્ષણ જોવા મળ્યુ છે. મેચ દરમિયાન બોલીવુડના અનેક સેલીબ્રિટી સ્ટેડિયમમાં જોવા મળે છે.  6 માર્ચના રોજ કલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ કેકેઆર(KKR) વિરુદ્ધ આરસીબી(RCB)ના મેચને જોવા બોલીવુડના કિંગ શાહરૂખ ખાન પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ પોતાની દોસ્ત શનાયા કપૂર સાથે જોવા મળી. શાહરૂખ ખાન સાથે જૂહી ચાવલા પણ જોવા મળી. બંને કલાકારો પોતાની ટીમ કેકેઆર(KKR)ને  સપોર્ટ કરવા પહોચ્યા હતા. સોશિયલ મીડિયા પર શાહરૂખ, સુહાના અને શનાયાની અનેક તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 
 
શાહરૂખે ઝૂમે જો પઠાન પર વિરાટને શીખવાડ્યો ડાંસ 

 
કલકત્તા નાઈટ રાઈડર્સ આવતીકાલની મેચ રૉયલ ચેલેંજર્સ બેંગલોર સામે જીતી ગઈ. પણ આ જીત પછી જે ગ્રાઉંડ પર જોવા મળ્યુ, તેણે કેટલાક ફેંસનુ દિલ જીતી લીધુ તો કેટલાકને ન ગમ્યુ.  મેચ જીત્યા પછી ગ્રાઉંડ પર રોયલ ચેલેજર્સ બેંગલોરના વિરાટ કોહલી (Virat Kohli) બોલીવુડના પઠાન (Pathaan) શાહરૂખ ખાન સાથે ઝૂમે જો પઠાન ગીત પર ડાંસ સ્ટેપ સીખ્યા. આ વીડિયો જોઈને કેટલાક લોકોએ શાહરૂખ અને વિરાટના વખાણ કર્યા તો કેટલાકનુ કહેવુ છે કે વિરાટ તો શાહરૂખની ટીમ સામે હારવા છતા કેટલા ખુશ છે. 
 
સુહાના અને શનાયાએ વિખેર્યો જાદુ 

 
ઈંડિયન પ્રીમિયર લીગ 2003ની આવતીકાલની મેચ જોવા શાહરૂખ ખાન સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ પહોચી હતી. જેમણે પોતાની મિત્ર શનાયા કપૂર સાથે સ્ટેડિયમમાં ખૂબ મસ્તી કરી અને પોતાની ટીમની હિમંત વધારી. સુહાનાએ શાર્દુલ ઠાકુર અને રિંકૂ સિંહની શાનદાર રમતનો આનંદ ઉઠાવ્યો. રિંકૂ સિંહની સિક્સર જોઈને સુહાના સ્ટેડિયમ પર ઉછળી પડી હતી. જેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ છે. સુહાના ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો તે ખૂબ જલ્દી જ ધ આર્ચીઝ દ્વારા એક્ટિંગ કરિયરમાં ડેબ્યૂ કરવાની છે.