શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (16:10 IST)

Miss India 2020: કોણ છે મિસ ઈંડિયા 2020 માનસા વારાણસી, જુઓ રિયલ લાઈફમાં કેટલી સિંપલ રહે છે

તેલંગાનાની રહેનારી માનસા વારાણસી મિસ ઈંડિયા વર્લ્ડ 2020 નો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. 10 ફેબ્રુઆરીની સાંજે મુંબઈની એક હોટલમા આયોજીત થયેલ VLCC ફેમિના મિસ ઈંડિયા 2020ના ગ્રૈંડ ફિનાલેમાં અનેક સુંદરીઓને હરાવતા માનસાએ પોતાના માથે મિસ ઈંડિયા 2020નો તાજ સજાવ્યો.  મિસ ઈંડિયાએ પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર મિસ ઈંડિયા 2020નો ક્રાઉન પહેરતા માનસાની ફોટોઝ શેયર કરી છે. જેમા તેમની સાથે બીજી  બે રનરઅપ માન્યા સિંહ અને મનિકા શિયોકાંડ પણ જોવા મળી રહી છે.

 
માનસા મિસ ઈંડિયા બનતા જ લોકો એ જાણવા બેચેન થઈ  ગયા છે કે છેવટે માનસા છે કોણ ? ક્યાની છે ? શુ કરે છે ? તેની હોબી શુ છે ? અને તએ અસલ જીવન કેવુ જીવે છે. ચાલો અમે તમને બતાવી રહ્યા છે માનસાની પર્સનલ લાઈફ વિશે.. 

 
તેલંગાનાના હૈદરાબાદમાં જન્મેલી માનસા ફાઈનેંશિયલ એક્સચેંજ ઈન્ફોર્મેશન એનાલિસ્ટ છે. 23 વર્ષની માનસાએ વસાવી કોલેજ ઓફ એંજિનિયરિંગ માથી પોતાનો અભ્યાસ પુરો કર્યો છે. મિસ ઈંડિયાના મુજબ માનસા એક ખૂબ જ શર્મીલી છોકરી હતી. તેણે મ્યુઝિકમાં હંમેશાથી રસ રહ્યો છે.  આટલુ જ નહી મિસ ઈંડિયા બનેલ માનસા એક ટ્રેંડ ભરતનાટ્યમ ડાંસર છે.  તેને પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે.  માનસા પોતાની લાઈફમાં 3 લોકોથી ખૂબ પ્રભવિત છે.  પોતાની માતા, ગ્રાંડ મા અને નાની બહેન. આ 3 મહિલાઓ સિવાય એ કોઈ અભિનેત્રીને પોતાનો આદર્શ માને છે તો એ છે પ્રિયંકા ચોપડા. જે પોતે મિસ ઈંડિયા 2000 રહી ચુકી છે.  ખાવાની વાત કરીએ તો માનસાને હૈદરાબાદી બિરયાની ખૂબ પસંદ છે. 

માનસાની લાઈફ સ્ટાઈલની વાત કરીએ તો તેના ઈંસ્ટાગ્રામ ફોટોઝથી જાણ થાય છે કે મિસ ઈંડિયા ખૂબ જ સિંપલ સોબર જીવન જીવે છે. તમે ખુદ જ જોઈ લો રિયલ લાઈફમાં કેટલી સિંપલ છે મિસ ઈંડિયા 2020.