- મનોરંજન
» - બોલીવુડ
» - સમાચાર/ગપસપ
અમીષાની નાદાન જીદ
અમીષા પટેલને તો જાણતા જ હશો તમે..? અરે ભાઈ 'ગદર એક પ્રેમ કહાની'ની હીરોઈન. કદાચ જ હવે એ કોઈને યાદ હશે, કારણ કે ખાસ્સો સમય થઈ ગયો અમીષાની કોઈ ફિલ્મ જ નથી આવી તો પછી લોકો તેને કેવી રીતે યાદ રાખી શકે. અમીષા પટેલ ફક્ત તેથી જ લગ્ન કરવાની ના પાડી રહી હતી કે તેને પોતાના કેરિયર પર ધ્યાન આપવુ હતુ. ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મકાર વિક્ર્મ ભટ્ટથી છુટા પડ્યા પછી અમીષાની દોસ્તી કાનવ પુરી સાથે થઈ ગઈ છે. પુરી લંડનમાં રહે છે અને તેમનો વ્યવસાય પણ ત્યાં જ છે. બંને વચ્ચે ખાસ્સુ અંતર છે અને કાનવની ઈચ્છા છે કે આ અંતર ઓછુ થાય અને બંને પતિ-પત્ની બનીને સુખી જીવન વિતાવે. પણ અમીષા આ માટે તૈયાર નથી. એ કહે છે કે કામ જ મારી પૂજા છે.